Narmada : ઉપરવાસમાંથી પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં થયો વધારો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 23, 2023 | 2:21 PM

સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં 18 કલાકમાં 36 સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 89,555 ક્યુસેક પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી હાલ 127.86 મીટર છે.

Sardar Sarovar Dam : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ (Rainy Weather) છવાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ઉપરવાસમાંથી પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો Gujarat ની જીવાદોરી સરદાર સરોવર ડેમ 64 ટકાથી વધુ ભરાયો, 207 જળાશયોમાં 50 ટકાથી વધુ પાણીનો સંગ્રહ

સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં 18 કલાકમાં 36 સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 89,555 ક્યુસેક પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી હાલ 127.86 મીટર છે. RBPH અને CHPHના તમામ પાવર હાઉસ ચાલુ કરાયા છે. નવા પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ 80 ટકા ભરાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો