Narmada: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં આંશિક ઘટાડો, ડેમની જળસપાટી 0.54 સેમી ઓછી થઇ

|

Aug 16, 2022 | 10:42 AM

ગુજરાતના (Gujarat) સરદાર સરોવર ડેમના (Sardar Sarovar Dam) કુલ 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને તેમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) જળસપાટીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. નર્મદા ડેમના (Narmada Dam) ઉપરવાસમાંથી 3 લાખ 2 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ છે. નર્મદા ડેમની જળસાપટી હાલમાં 134.97 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની જળસપાટીમાં ગઈકાલની સરખામણીએ 0.54 સેન્ટીમીટરનો ઘટાડો નોંધાયો છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને 1.65 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો બીજી તરફ બે પાવર હાઉસ (Power House) ચાલુ થતા 49 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં હાલ 2 લાખ 14 હજાર ક્યુસેક પાણી વહી રહ્યું છે.

ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા

ગુજરાતના સરદાર સરોવર ડેમના કુલ 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને તેમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. મધ્યપ્રદેશમાં ખૂબ જ સારો એવો સરદાર સરોવર ડેમમાંથી હાલ 1.65 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાથે જ રિવરબેડ પાવરહાઉસથી 44 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. આ અગાઉ બે વર્ષ પહેલા અગાઉ 30 ઓગષ્ટ 2020ના રોજ અને તે જ વર્ષે 17 સપ્ટેમ્બર 2020ના રોજ નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ વર્ષે સારા વરસાદના પગલે ડેમમાં પાણીની સારી આવક છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ છે.

ડેમ 87.72 ટકા ભરાયો

મધ્યપ્રદેશમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 134.97 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાંથી 1.65 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. જળસ્તર જાળવી રાખવા નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. નર્મદા ડેમમાંથી હાલ 3.02 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. મહત્વનું છે કે નર્મદા ડેમની ભયજનક સપાટી 138.64 મીટર છે. અત્યાર સુધી નર્મદા ડેમ 87.72 ટકા ભરાયો છે.

Next Video