બનાસકાંઠામાં દુષ્કાળની સ્થિતિ! જિલ્લામાં સિઝનનો માત્ર 20 ટકા વરસાદ થયો, જુઓ Video

|

Sep 11, 2023 | 8:34 PM

જિલ્લામાં સિઝનનો માત્ર 20 ટકા વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોના પાક બળી જવાને આરે છે. બે દિવસ અગાઉ પાલનપુર, વડગામ, ડીસા અને દાંતામાં એક ઇંચ વરસાદ પડ્યો અને જેમાં ખેડૂતોના પાકને જીવત દાન મળ્યું છે, પણ અમુક તાલુકામાં છાંટોય વરસાદ થયો નથી. તેથી પાકને નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતોનું કહેવું છે કે હજુ પણ વરસાદની જરૂર છે અને જો વરસાદ નહીં પડે તો આગામી સમયમાં મુશ્કેલી વધી શકે છે.

Banaskantha : બનાસકાંઠા જિલ્લામાં ઓક્ટોબર સુધી સારો વરસાદ (Rain) નહીં પડે તો જળસંકટ ઉભું થઈ શકે છે. આ વર્ષે ઓછા વરસાદને કારણે જિલ્લો દુષ્કાળગ્રસ્ત થવાની તૈયારીમાં છે. લાખણી, દિયોદર, ભાભર, વાવ, સુઈગામ, અમીરગઢ, ધાનેરા, થરાદ, કાંકરેજ, સહિતના તાલુકામાં વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતા વધી છે. એક તરફ પાણીના તળ નીચે ગયા છે તો બીજી તરફ વરસાદ નથી.

આ પણ વાંચો Banaskantha: થરાદમાં એક બેકાબૂ કારચાલકે બે બાઈકને અડફેટે લીધા, ઘટના CCTVમાં કેદ, જુઓ Video

જિલ્લામાં સિઝનનો માત્ર 20 ટકા વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોના પાક બળી જવાને આરે છે. બે દિવસ અગાઉ પાલનપુર, વડગામ, ડીસા અને દાંતામાં એક ઇંચ વરસાદ પડ્યો અને જેમાં ખેડૂતોના પાકને જીવત દાન મળ્યું છે, પણ અમુક તાલુકામાં છાંટોય વરસાદ થયો નથી. તેથી પાકને નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતોનું કહેવું છે કે હજુ પણ વરસાદની જરૂર છે અને જો વરસાદ નહીં પડે તો આગામી સમયમાં મુશ્કેલી વધી શકે છે.

સમગ્ર જિલ્લામાં નહીંવત વરસાદને કારણે મગફળી, ગવાર, એરંડા, ચોળી અને ઘાસચારા સહિતના પાકો નષ્ટ થવાના આરે છે. ચોમાસાની વરસાદ આધારિત ખેતી પર પ્રથમ વરસાદમાં ખેડૂતોએ પાકોનું વાવેતર કર્યું હતું અને સારા વરસાદની આશાએ સારો પાક થશે તેવી આશા હતી, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક બળી જવાને આરે છે.

(With Input : Atul Trivedi)

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video