અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં આવેલી નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે. અમરેલીની ગાગડીયા નદીમાં નવા પાણી આવ્યા છે અને નદીના દ્રશ્યો સુંદર જોવા મળી રહ્યા છે. નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. પ્રકૃતિ ખીલી ઉઠી છે અને ચોમાસામાં નદીનુ સુંદર સ્વરુપ જોવા મળી રહ્યુ છે.
ગાગડીયા નદીમાં 7 કિલોમીટર લાંબા વિસ્તારમાં પાણી ભરેલુ જોવા મળી રહ્યુ છે. પાણી આવવાને લઈ વિસ્તારની ભૂગર્ભ જળના તળ ઉંચા આવશે. ખેડૂતોમાં જેને લઈ આનંદ છવાયો છે. દેવાળીયા થી અટાળા સુધીના વિસ્તારમાં પાણી ભરાયેલુ હોવાને લઈ આસપાસના વિસ્તારના કાંઠાના ગામોના ભૂગર્ભ જળ ઉંચા આવવાની આશા ખેડૂતોને બંધાઈ છે.
Published On - 11:07 pm, Fri, 7 July 23