Navsari : કબિલપોર વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના 19 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં

|

Mar 27, 2022 | 10:09 PM

દૂષિત પાણી અંગે તંત્રને વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં તેનો ચોક્કસ સમયગાળામાં નિકાલ કરવામાં આવતો ન હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. તેમજ પાણી જન્ય રોગચાળો ફાટ્યા બાદ હવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

ગુજરાતમાં(Gujarat)  કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે. જેના લીધે પાણીજન્ય રોગચાળાની પણ શરૂઆત થવા લાગી છે. જેમાં નવસારીના(Navsari)  કાળા સીમાડા,કબિલપોર વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના (Water Borne Diseases) એકસાથે 19 કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી. આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર દોડી જઈ દર્દીઓને સારવાર આપી હતી. આ 19 દર્દીઓ પૈકીના એક દર્દીની હાલત ગંભીર જણાતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં દુષિત પાણીના સેવનથી આ વિસ્તારના લોકો બીમાર પડ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે દૂષિત પાણી અંગે તંત્રને વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં તેનો ચોક્કસ સમયગાળામાં નિકાલ કરવામાં આવતો ન હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. તેમજ પાણી જન્ય રોગચાળો ફાટ્યા બાદ હવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. જો કે તેમ છતાં તંત્ર દ્વારા કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે તેની પર સૌની મીટ મંડાયેલી છે.

સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાના વધુ કેસ સામે આવે છે. જેમાં ઉનાળાના પીવાનું દૂષિત પાણી અને બહારના ઠંડા પીણા પીવાના લીધે ઝાડા અને ઊલટીના કેસો વધે છે. તેમજ ગરમીના બહારનો ખુલ્લો અને વાસી ખોરાક ખાવાથી પણ પેટના રોગોનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વનરક્ષકના કથિત પેપર લીક મુદ્દે શિક્ષણ મંત્રીએ આપ્યું આ નિવેદન

આ પણ વાંચો : ગુજરાતમાં તલાટીઓને ભજન મંડળી ગણવાની સોંપેલી કામગીરીનો કોંગ્રેસે વિરોધ કર્યો

Next Video