વીજ કર્મચારી પોતાનો જીવ જોખમમાં મુકીને પણ બજાવી રહ્યો છે ફરજ, જુઓ કચ્છનો આ VIDEO

|

Jul 18, 2022 | 1:23 PM

વીજકામ કરતા કર્મચારીઓ (PGVCL Employe)  માટે ચોમાસું ખૂબ પડકારજનક હોય છે.કચ્છમાં (Kutch) PGVCLના કર્મચારીનો વાયરલ થયેલો વીડિયો તેનો જીવતો જાગતો પુરાવો છે.

ચોમાસામાં (Monsoon) નાની અમથી ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે.ખાસ કરીને વીજકામ કરતા કર્મચારીઓ (PGVCL Employe)  માટે ચોમાસું ખૂબ પડકારજનક હોય છે.કચ્છમાં (Kutch) PGVCLના કર્મચારીનો વાયરલ થયેલો વીડિયો તેનો પુરાવો છે. આ વીડિયો માંડવી ડિવિઝનના અંડરમાં આવતા દહિસરા સબ ડિવિઝનમાં ફરજ બજાવતા કર્મચારીનો છે. હિરેન મકવાણા નામનો આ કર્મચારી જીવના જોખમે પોતાની ફરજ અદા કરતો વીડિયોમાં (viral video)  જોવા મળી રહ્યો છે.દહિસરા ગામે તલાવડીમાં વાયર તૂટી જતાં તેણે તલાવડીની વચ્ચે જઈને થાંભલા પર ચડી વાયરને જોડ્યો હતો અને લાઈન રિપેર કરી હતી.

કચ્છમાં વરસાદને પગલે નદી નાળા છલકાયા

કચ્છમાં (Kutch) છેલ્લા થોડા દિવસથી થઈ રહેલા વરસાદને પગલે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે અને ઘણે ઠેકાણે પૂર આવ્યા છે. પરંતુ કેટલાક લોકો આવી સ્થતિમાં પણ પોતાનો જીવ જોખમમાં મુકતા અચકાતા નથી.બે દિવસ અગાઉ  માંડવીમાં એક ટ્રેકટર ચાલકે પૂર ઝડપે વહેતા પાણીમાં ટ્રેકટર (Tractor) તણાઇ ગયું હતું અને ચાલક પોતે તેમજ અન્ય એક યુવાનનો આબાદ બચાવ થયો હતો. છેલ્લા થોડા દિવસથી થઈ રહેલા વરસાદને પગલે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે.

નદી ભયજનક સ્થિતિએ વહી રહી હોવા છતાં એક યુવકે ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર પસાર કર્યું હતું. જેવું ચાલકે પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર નાખ્યું કે ટ્રેક્ટર ખેંચાવા લાગ્યું હતું અને ડ્રાઇવર તેનો કાબૂ ખોઈ બેઠો હતો.

Published On - 1:01 pm, Mon, 18 July 22

Next Video