Vadodara : હડતાળનો સુખદ અંત, કોર્પોરેશનના કર્મચારીઓને લેખિત બાંહેધરી અપાતા હડતાળ પાછી ખેંચાઈ

|

Sep 27, 2022 | 9:52 AM

કર્મચારી મહામંડળના (Employes Union )આગેવાનોએ કહ્યું કે, તંત્ર દ્વારા અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપતા હડતાળ હાલ સ્થગિત કરી દેવામાં આવી છે.

વડોદરામાં મ્યુનિસિલ કોર્પોરેશનના (Vadodara Municipal corporation) કર્મચારીઓની હડતાળનો સુખદ અંત આવ્યો હતો. મેયર કેયુર રોકડીયા (Mayor Keyur rokdiya) અને મ્યુનિ. કમિશનરે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા આશ્વાસન આપતા હડતાળનો અંત આવ્યો છે. મહત્વનું છે કે પડતર પ્રશ્નોને લઈને કોર્પોરેશનના કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. કર્મચારી મહામંડળ સંગઠનોએ સત્તાધીશોએ અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે મેયર સહિતના અધિકારીઓએ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી.

પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા આશ્વાસન

જેમાં 10 મુદ્દાઓ અંગે તંત્ર દ્વારા લેખિત બાંહેધરી અપાતા હડતાળ પાછી ખેંચવામાં આવી હતી. કર્મચારી મહામંડળના (Employes Union )આગેવાનોએ કહ્યું કે, તંત્ર દ્વારા અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપતા હડતાળ હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. સફાઇ કામદારોનો 720 દિવસની નોકરીના પ્રશ્ને કમિટી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને બાકીના પ્રશ્નોના નિરાકરણ માટે લેખિત આપવાની ખાતરી આપતા હડતાળ સ્થગિત કરવામાં આવી છે.

Published On - 9:50 am, Tue, 27 September 22

Next Video