Video : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધોધમાર વરસાદને કારણે વિઝિબિલિટી થઇ શૂન્ય
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે હાઇવે પર વિઝિબિલિટી થઇ શૂન્ય થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે સતત વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયાની સ્થિતિ ઊભી થઈ છે.
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ સતત સવાર થી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધોધમાર વરસાદ વરસી રહયો છે. ધોધમાર વરસાદના કારણે હાઇવે પર વિઝિબિલિટી શૂન્ય થઇ છે. વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. સવારથી જ જે પ્રકારનું વાતાવરણ રહ્યું છે સમગ્ર અમદાવાદમાં તેને કારણે આ શૂન્ય વિઝિબિટિલના દ્રશ્યો સર્જાયા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં મધ્યરાત્રિથી વરસાદી માહોલ, વાસણા બેરેજના બે ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા
આ તરફ રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી તરફ નજર કરીયે તો મધ્યપ્રદેશની લો પ્રેશર સિસ્ટમને પગલે રાજ્યમાં વરસાદ પડશે. રાજ્યના 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના 6 જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વડોદરા, આણંદ, અમદાવાદ,ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા ઓરેન્જ એલર્ટ છે. રાજ્યના 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
