Ahmedabad: વિરમગામમાં લમ્પી વાયરસની એન્ટ્રી, પશુપાલકોની ચિંતામાં થયો વધારો

|

Jul 31, 2022 | 4:06 PM

લમ્પી સ્કિન ડિસીઝ (LSD) એક પ્રકારનો વાયરલ રોગ છે. જે મચ્છર, માખીઓ, જંતુઓ દ્વારા ફેલાય છે. આ જંતુઓ અને જીવાત ગાયની આસપાસ ફરે છે. તે તેમના ખાવા-પીવાને પણ સંક્રમિત કરે છે.

રાજ્યભરમાં લમ્પી વાયરસ (Lumpy Virus) હાહાકાર મચાવી રહ્યો છે. લમ્પી વાયરસને કારણે અનેક પશુ મોતને ભેટી રહ્યાં છે. આ વાયરસ સૌરાષ્ટ્ર (Saurashtra) બાદ ધીરે-ધીરે મધ્ય ગુજરાતમાં પણ પ્રસરી રહ્યો છે. ત્યારે અમદાવાદ (Ahmedbad) જિલ્લાના વિરમગામમાં પણ લમ્પી વાયરસની એન્ટ્રી થઇ છે. વિરમગામ શહેરમાં લમ્પીનો પ્રથમ કેસ નોંધાયો છે. બાયપાસ રોડ પર એક પશુપાલકના પશુમાં લમ્પી વાયરસના લક્ષણ જોવા મળ્યાં છે. જેને લઇ પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે.

લમ્પી સ્કીન ડીસીઝ વાયરસ જન્ય રોગ

લમ્પી સ્કીન ડીસીઝ એ એક વાયરસ જન્ય રોગ છે. જે મચ્છર, માખી,જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દુષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. આ રોગના લક્ષણોમાં મુખ્ય રીતે પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવે, મોઢામાંથી લાળ પડે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, પશુનું દૂધ ઉત્પાદન ઘટે, ખાવાનુ બંધ કરે કે ખાવામાં તકલીફ પડે, ગાભણ પશુ તરવાઇ જાય અને પશુનુ મૃત્યુ પણ થઈ શકે છે.

મચ્છર અને જીવાત સહિત અન્ય જંતુઓ ચેપ ફેલાવે છે

લમ્પી સ્કિન ડિસીઝ એક પ્રકારનો વાયરલ રોગ છે. જે મચ્છર, માખીઓ, જંતુઓ દ્વારા ફેલાય છે. આ જંતુઓ અને જીવાત ગાયની આસપાસ ફરે છે. તેઓ તેમના ખાવા-પીવાને પણ સંક્રમિત કરે છે. લમ્પી સ્કીન ડિસીઝ (એલએસડી) ને લીધે, ઢોરને ખૂબ તાવ, આંખો અને નાકમાંથી પાણી, મોંમાંથી વધુ પડતા ફીણ અને આખા શરીરમાં નાના ગઠ્ઠાઓ જોવા મળે છે. દૂધનું ઉત્પાદન ઘટે છે. ખોરાક ઓછો કરી દે છે. જેના કારણે ધીરે ધીરે ઢોર મૃત્યુ પામે છે. પશુપાલન અને ડેરી વિભાગ આ રોગ અને પશુઓની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

Next Video