Morbi Video : સ્કૂલના બાળકોને જોખમી રીતે લઈ જતો વીડિયો થયો વાયરલ

|

Feb 03, 2024 | 2:58 PM

મોરબીથી વધુ એક જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે. મોરબી સ્કૂલના બાળકોને જોખમી રીતે લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઓટો રીક્ષા અને વાનમાં જોખમી રીતે બાળકોને બેસાડવામાં આવેલા હોવાનું સામે આવ્યુ છે.

રાજ્યમાં અવારનવાર જોખમી સવારીના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે મોરબીથી વધુ એક જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે. મોરબી સ્કૂલના બાળકોને જોખમી રીતે લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઓટો રીક્ષા અને વાનમાં જોખમી રીતે બાળકોને બેસાડવામાં આવેલા હોવાનું સામે આવ્યુ છે. આ વીડિયો હળવદ રોડ પરનો હોવાનુ અનુમાન લગાવામાં આવ્યો છે. બાળકોને ખીચોખીચ બેસાડી હાઈવે પરથી લઈ જવાય છે. Tv9 ગુજરાતી આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતુ નથી.

વડોદરામાં 146 થી વધુ સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષાને ડિટેઈન

બીજી તરફ વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. બાળકોનો જીવ જોખમમાં મુકતા સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં 146 થી વધુ સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષાને ડિટેઈન કરવામાં આવ્યા છે. તેમજ નિયત મર્યાદાથી વધુ બાળકો બેસાડનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ,ઓવર સ્પીડ વાહનો પણ ડિટેઈન કરવામાં આવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video