અહંકારે ચઢેલી ડૉક્ટર ! દર્દી સામે દાદાગીરી કરનાર મહિલા તબીબની કામગીરી આંચકી લેવાઈ, હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે 10 દિવસમાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો

અહંકારે ચઢેલી ડૉક્ટર ! દર્દી સામે દાદાગીરી કરનાર મહિલા તબીબની કામગીરી આંચકી લેવાઈ, હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે 10 દિવસમાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો

| Updated on: Oct 28, 2025 | 6:47 PM

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા ડૉક્ટરના ગેરવર્તન વ્યવહારથી તંત્રએ તેની સામે કડક પગલાં હાથ ધર્યા છે.

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે. ગેરવર્તન બદલ મહિલા ડૉક્ટરને ક્લિનિકલ કામગીરીથી દૂર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તબીબને એક મહિના માટે ક્લિનિકલ કામગીરીથી દૂર કરીને રિસર્ચનું કામ સોંપવામાં આવ્યું છે.

મહિલા તબીબે કેમ દાદાગીરી કરી?

હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે આ મામલે વિગતવાર તપાસના આદેશ આપ્યા છે અને ડીનના અધ્યક્ષ સ્થાને 10 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. જાણકારી મુજબ, મહિલા તબીબે દર્દીની સારવાર કરવાનો ઈનકાર કર્યો હતો, જેના કારણે દર્દીના સગાઓએ તેની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.

ખાસ વાત એ છે કે, આ તબીબ સામે અગાઉ પણ અયોગ્ય વર્તન અંગે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. હાલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ પણ વાંચોઃ આજથી 1 નવેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસશે વરસાદ, કેટલાક જિલ્લામાં ફુંકાશે ભારે પવન, જુઓ વીડિયો