Video : ભારત-શ્રીલંકા મેચ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક, ગ્રાઉન્ડમાં ઘુસ્યો યુવક

|

Jan 08, 2023 | 12:10 AM

Rajkot : ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રાજકોટમાં રમાઈ હતી. આ મેચ દરમિયાન સુરક્ષમાં ચૂક જોવા મળી હતી. ભારતીય ટીમના મેચ જીતતાની સાથે જ એક યુવક ગ્રાઉન્ડમાં ઘુસ્યો હતો.

રંગીલા રાજકોટમાં આજે ક્રિકેટનો રોમાંચ જામ્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ રમાઈ હતી. આ મેચ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. ભારતીય ટીમના મેચ જીતતાની સાથે જ એક યુવક ગ્રાઉન્ડમાં ઘુસ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક ભારતીય ખેલાડીઓની નજીક પહોંચી ગયો હતો. રાજકોટના આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મુખ્ય પીચ સુધી પહોંચી યુવકે ડાન્સ કર્યો હતો. સિક્યુરીટી સ્ટાફે આ ઘટનામાં તરત એકશન લેતા તે યુવકને પકડીને ગ્રાઉન્ડ બહાર કાઢયો હતો.

મેચમાં શું થયુ ?

રાજકોટમાં રમાયેલી છેલ્લી ટી20 મેચમાં ભારતીય ટીમે રોમાંચક જીત મેળવીને સીરીઝ જીતી છે. રાજકોટમાં રમાયેલી છેલ્લી અને અંતિમ ટી-20 મેચમાં ભારતીય ટીમે 91 રનથી જીત મેળવી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેેંટિગ કરી હતી. સૂર્યકુમાર યાદવના 112 રનની મદદથી ભારતીય ટીમે 5 વિકેટના નુકશાન સાથે 228 રનનો સ્કોર બનાવ્યો હતો.ભારતીય ટીમે શ્રીલંકાની ટીમને 229 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલા બેટ્સમેનોના શ્રેષ્ઠ પ્રદર્શન બાદ ભારતીય બોલરોએ પણ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ. આ ટી20 સીરીઝમાં ગુજરાતનો અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો છે.

મુંબઈમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. જ્યારે પુણેમાં રમાયેલી બીજી મેચમાં શ્રીલંકાની ટીમે જીત મેળવી હતી. બંને ટીમોની જીતને કારણે 3 મેચની ટી20 સીરીઝમાં 1-1ની બરાબરી થઈ હતી. છેલ્લી મેચ બંને ટીમો માટે કરો યા મરો જેવી હતી. રાજકોટમાં રમાયેલી અંતિમ મેચમાં બંને ટીમો મેચ જીતીને સીરીઝ જીતવા ઉતરી હતી. રાજકોટમાં પણ ભારતીય ટીમની જીત થતા, ભારતીય ટીમે 2-1થી ટી20 સીરીઝ જીતીને વર્ષી વિજયી શરુઆત કરી છે.

Next Video