Ahmedabad: ઓઢવમાં પરિવારની હત્યાના કેસમાં ફરાર વિનોદને શોધવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી, સીસીટીવી અને કોલ ડીટેઇલ પરથી તપાસ શરુ

| Edited By: | Updated on: Mar 30, 2022 | 9:01 AM

હત્યા પાછળ પારિવારિક કારણો હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. વિનોદે કેટલાક દિવસ પહેલા સાસુ પર હુમલો કર્યો હતો અને હાલમાં પણ  વિનોદ મરાઠીએ પોતાના પરિવાર વિશે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાવી નથી, તેને લઈને પણ તેના પર શંકા વ્યક્ત થઈ રહી છે.

અમદાવાદ (Ahmedabad)ના વિરાટનગરમાં એકજ પરિવારના 4 સભ્યોની હત્યા (Murder)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હત્યાના કેસમાં વૃદ્ધા, મહિલા, દીકરી અને દીકરાનો મૃતદેહ મળી આવ્યો છે. મોડી સાંજે ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તો ડેપ્યુટી પોલીસ કમિશનર (Deputy Police Commissioner) પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. બે મહિલાનો મૃતદેહ અલગ અલગ રૂમમાંથી મળી આવ્યો છે. જોકે ચોંકાવનારી માહિતી એ છે કે ઘરનો મોભી વિનોદ મરાઠી ફરાર છે. પોલીસને હાલ ફરાર થયેલા વિનોદ મરાઠી પર આશંકા છે. જેથી ફરાર વિનોદને શોધવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે.

ફરાર વિનોદને શોધવા પોલીસની એક ટીમ સ્થાનિક વિસ્તારમાં તપાસ કરશે. એક ટીમ વિનોદના મૂળ ગામમાં તપાસ હાથ ધરી છે. સીસીટીવી અને કોલ ડીટેઇલ પરથી પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તો એફ.એસ.એલ.ની ટીમ દ્વારા આજે પણ વિનોદના ઘરે તપાસ કરવામાં આવી રહી છે.

આ પરિવારના ચારેય સભ્યોની 4 દિવસ પહેલા જ હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. મૃતદેહો પર તીક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યા છે. મૃતકોની વાત કરીએ તો સોનલ વિનોદ મરાઠી અને સોનલના 70 વર્ષના દાદી સુભદ્રાબેનની હત્યા કરાઈ છે. તો આ સાથે બે બાળકોમાં પ્રગતિ અને ગણેશની પણ હત્યા થઇ છે. 15 દિવસથી પરિવાર અહીં રહેવા આવ્યો હતો. પહેલા આ પરિવાર નિકોલમાં રહેતો હતો. હત્યા પાછળ પારિવારિક કારણો હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. વિનોદે કેટલાક દિવસ પહેલા સાસુ પર હુમલો કર્યો હતો અને હાલમાં પણ  વિનોદ મરાઠીએ પોતાના પરિવાર વિશે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાવી નથી, તેને લઈને પણ તેના પર શંકા વ્યક્ત થઈ રહી છે.

આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મૃતક સોનલની માતાએ દીકરી મળતી ન હોવાનો રિપોર્ટ લખાવ્યો હતો. જે બાદ તપાસ શરૂ થઈ અને સમગ્ર ઘટના સામે આવી છે. હાલ ચારેય મૃતદેહના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ વધુ ખુલાસા થઈ શકે છે.

આ પણ વાંચો-

Navsari: ધોરણ 12ના વિદ્યાર્થીનું પરીક્ષા પહેલા હાર્ટ એટેકથી મોત ,પરિવારે મૃતક વિદ્યાર્થીની આંખોનું કર્યું દાન

આ પણ વાંચો-

Ahmedabad: શિવાનીએ વેઇટ પાવર લિફ્ટિંગમાં દેખાડ્યો દમ, 120 કિલો ડેડ લિફ્ટિંગમાં જીત મેળવી ‘ગોલ્ડન ગર્લ’ બની

Published on: Mar 30, 2022 08:43 AM