Gir somnath : પાતાપુર ગામે ચીંધી નવી રાહ, રખડતી ગાયો માટે બનાવી 13 લાખના ખર્ચે અદ્યતન ગૌશાળા

|

Sep 19, 2022 | 10:58 AM

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાતાપુર ગામે એક નવી પહેલ કરી છે. ગ્રામજનોએ સાથે મળી મહિલા સરપંચની આગેવાનીમાં પાતાપર ગામે 13 લાખના ખર્ચે ગૌશાળા (cow shelter )બનાવી ખૂલ્લી મૂકી છે.

રાજ્યના અનેક વિસ્તારમાં રખડતા ઢોરના (Stray cattle) ત્રાસથી લોકો પરેશાન છે. ત્યારે ગીર સોમનાથના (Gir Somnath) ઉના તાલુકાના પાતાપુર ગામે એક નવી રાહ ચીંધી છે. ગ્રામજનોએ સાથે મળી મહીલા સરપંચની આગેવાનીમાં ગામમાં 13 લાખના ખર્ચે ગૌશાળાનું (Cowshed) નિર્માણ કર્યું છે. જેમાં ગાયો માટે પંખા, લાઈટ અને ઉપરના માળે ઘાસચારા સંગ્રહ કરવા હોલ બનાવવામાં આવ્યો છે. મહિલા સરપંચની આગેવાનીમાં ગામના તમામ લોકોએ ફાળો એકઠો કરીને રખડતી, ભટકતી અને રેઢિયાળ ગાયોને આશરો મળી રહે તે માટે ગૌશાળાનું નિર્માણ કર્યું.

13 લાખના ખર્ચે બનાવાઇ ગૌશાળા

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાતાપુર ગામે એક નવી પહેલ કરી છે. ગ્રામજનોએ સાથે મળી મહિલા સરપંચની આગેવાનીમાં પાતાપર ગામે 13 લાખના ખર્ચે ગૌશાળા બનાવી ખૂલ્લી મૂકી છે. પાતાપર ગામે મહિલા સરપંચ અરૂણાબેન છોડવડિયા તેમજ અન્ય સહયોગીઓના નેજા હેઠળ સમસ્ત પાતાપર ગામના તમામ લોકોએ લોક ફાળો એકઠો કર્યો છે. સાથે જ ગામમાં રખડતી ભટકતી રેઢિયાળ ગાયોને આશરો મળી રહે સાથે ખેતીના પાકોને નુકસાન થતુ અટકે તેવા હેતુથી રૂપિયા 13 લાખના ખર્ચથી અદ્યતન ગૌશાળા બનાવવામાં આવી છે.

ગૌશાળામાં અદ્યતન સુવિધા

આ ગૌશાળાની વાત કરીએ તો ગાયો માટેની ગમાણ, પંખા, લાઈટ તેમજ ઉપરના માળે ગાયો માટે ઘાસચારા સંગ્રહ કરવા માટેનો વિશાળ હોલ બનાવવામાં આવ્યો છે. પાતાપર ગામના મહિલા સરપંચ જ્યારથી ચૂંટાયા છે ત્યારથી ગામની તમામ સમસ્યાના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. ગામના તમામ સમાજના લોકોને સાથે રાખી તેઓ ગામની સમસ્યાઓનો ઊકેલ લાવી રહ્યા છે..

Next Video