Anand: બામણવા ગામમાં 40 વર્ષથી નથી મળી રસ્તાની સુવિધા, સ્થાનિકો અને સરપંચો રજૂઆતો કરી કરીને થાક્યા

|

Jul 29, 2022 | 3:24 PM

આણંદ (Anand) જિલ્લાના ખંભાત તાલુકાના છેવાડાના બામણવા ગામના સીમ વિસ્તારમાં રસ્તાના અભાવે લોકો ત્રાસી ગયા છે. આ ગામમાં મોટાભાગે ખેતમજુરો રહે છે. રસ્તાના અભાવે ખેતમજુરોને ભારે હાલાકી પડે છે.

આણંદ (Anand) જિલ્લાના ખંભાત (Khambhat) પાસેના બામણવા ગામમાં રસ્તાની સુવિધાના અભાવે સ્થાનિકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ ગામમાં વિકાસની વાતો જાણે માત્ર કાગળ પર જ હોય તેવુ જોવા મળી રહ્યુ છે. સ્થાનિકોએ વાંરવાર પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રસ્તાઓ યોગ્ય કરવા માટે રજૂઆત કરી છે. તેમ છતા આજ દિન સુધી નાગરિકોને રોડ (Road) રસ્તાની સુવિધાઓ મળી નથી. જેને લઇને બામણવાના ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

ખેત મજૂરોને જવા આવવામાં હાલાકી

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના છેવાડાના બામણવા ગામના સીમ વિસ્તારમાં રસ્તાના અભાવે લોકો ત્રાસી ગયા છે. આ ગામમાં મોટાભાગે ખેતમજુરો રહે છે. જો કે રસ્તાના અભાવના કારણે ખેત મજૂરોને ગામમાં જવા-આવવામાં, બાળકોને શાળાએ જતા સમયે કે બિમાર લોકોને સારવાર મેળવવામાં તકલીફ પડે છે. બામણવા ગામના સીમ વિસ્તારમાં આવેલા આનંદપરાના ખેતરોમાં રહેતા લોકો બે-પાંચ નહીં 40 વર્ષથી રસ્તાની માગણી કરી રહ્યાં છે. તેમ છતા રસ્તો બન્યો નથી. કોઇ બીમાર હોય ત્યારે તેને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં પણ હાલાકી થાય છે.

કામગીરી ન થતા સ્થાનિકો રોષે

સ્થાનિકો, ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચોએ પણ વારંવાર આ અંગે તંત્રને જાણ કરી છે. છતાં અધિકારીઓને પ્રજાની સમસ્યા દૂર કરવામાં જાણે કોઈ રસ નથી. અધિકારીઓ વારંવાર થઈ જશે તેવા આશ્વાસન આપી ગ્રામજનોને પાછા મોકલે છે. પરંતુ રસ્તાને લઈ કામગીરી ન થતા સ્થાનિકો રોષે ભરાયા છે. વહેલી તકે ગામમાં રસ્તો બનાવવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

Next Video