Video: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં મહિલા દિવસની ઉજવણી કરાઈ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રહ્યા ઉપસ્થિત

|

Jan 10, 2023 | 11:45 PM

PSM 100: અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આજના દિવસની મહિલા દિવસ તરીકે ઉજવણી કરાઈ હતી. જેમા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, રાજકોટના રાજમાતા કાદંબરી દેવી, ધારાસભ્ય રિવાબા જાડેજા, નીમાબેન આચાર્ય સહિતના મહિલા આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આજના દિવસની(10.01.23) મહિલા દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી. આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, રાજકોટના રાજમાતા કાદંબરી દેવી, ધારાસભ્ય રિવાબા જાડેજા, નીમાબેન આચાર્ય, મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ સહિતના મહિલા આગેવાનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત દેશ-વિદેશમાં વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ તમામ મહિલા શક્તિઓનું અહીં મંચ પરથી સન્માન કરવામાં આવ્યું.

પ્રમુખ સ્વામી મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રહ્યા ઉપસ્થિત

આ અગાઉ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સંસારની મોહ-માયા ત્યજી વૈરાગ્યની વાટે પકડનારા કુલ 58 પાર્ષદી સાધકો ભાગવતી દીક્ષા લીધી. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી નગરમાં કુલ 58 નવયુવાનોએ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સંત દીક્ષા પ્રાપ્ત કરી. જેમાં 6 અનુસ્નાતક, 46 સ્નાતક, 26 ઇજનેર, 1 આર્કિટેક્ટ, 2 MBA સહિત કુલ 58 પાર્ષદોએ ભાગવતી દીક્ષા લીધી. જેમાં અમેરિકાના 5, મુંબઈના 7 અને ગુજરાતના 46 પાર્ષદોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એવા અનેક પરિવારો હતા જેમાં એકના એક દીકરા એ દીક્ષા લીધી.

અમદાવાદમાં યોજાયેલા પ્રમુખ સ્વામી નગરમાં પાર્ષદી દીક્ષા ગ્રહણ કરનારા 56 યુવાનોને ભગવતી દીક્ષા એટલે કે સંત દીક્ષા આપવામાં આવી હતી. જ્યારે કે બે સાધકોને પાર્ષદી દીક્ષા અપાઈ હતી. દીક્ષા લેનારા આ યુવાનો ઉચ્ચશિક્ષણ ધરાવે છે. અગાઉ 46 યુવાનોને પાર્ષદી દીક્ષા આપવામાં આવી હતી. આમ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી દરમિયાન કુલ 104 યુવાનોને દીક્ષા આપવામાં આવી છે. બી.એ.પી.એસ.માં સાધક પ્રથમ ત્રણ વર્ષ સારંગપુરમાં રહે છે. ત્યારબાદ તેમને પાર્ષદી દીક્ષા આપવામાં આવે છે. ત્યારે તે સફેદ વસ્ત્ર ધારણ કરે છે. એકથી બે વર્ષના સમયગાળા બાદ તેમને ભગવતી દીક્ષા આપવામાં આવે છે. BAPS સંસ્થામાં હાલમાં એક હજાર 159 જેટલા પાર્ષદો અને સંતો છે.

Next Video