Breaking News : સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ, જુઓ VIDEO

|

Apr 21, 2024 | 2:07 PM

મળતી માહિતી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહિ હોવા અંગે કહ્યું હતુ. ત્યારે કુંભાણી દ્વારા એક દિવસની માગણી કરવામાં આવી છે ત્યારે આજે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હવે માહિતી સામે આવી રહી છે કે તેમના ટેકેદારોનો કોઈ અતોપતો નથી

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયું છે. આ અંગે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ઉઠાવ્યો વાંધો ઉઠાવ્યો હતો જે બાદ આ મુદ્દે કલેક્ટર ઓફિસે ગઈકાલે ચર્ચા પણ ચાલી હતી જે બાદ બીજા દિવસે એટેલે કે આજે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ટેકેદારો હાજર ન થતાં ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યું છે.

મળતી માહિતી દિનેશ જોધાણીએ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહિ હોવા અંગે કહ્યું હતુ. ત્યારે કુંભાણી દ્વારા એક દિવસની માગણી કરવામાં આવી છે ત્યારે આજે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હવે માહિતી સામે આવી રહી છે કે તેમના ટેકેદારોનો કોઈ અતોપતો નથી. ત્યારે કુંભાણી દ્વારા આરોપ પણ લગાવાઈ રહ્યો છે કે તેેમના ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે.

જોધાણી ધ્વારા ટેકેદારોને લઈને લેખિતમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કુંભાણીના ટેકેદારો સુરત મત વિસ્તારના નથી તેમજ તેમની સહી પણ ખોટી હોવાની માહિતી મળી રહી છે. ત્યારે હવે આ મામલો ચૂંટણી અધિકારી સુધી પહોચ્યો હતો. સમગ્ર મામલે તપાસ ચાલ્યા બાદ હવે કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ કુંભાણીના એકપણ ટેકેદારો હાજર ન રહેતા ફોર્મ રદ કરાયું છે.

Published On - 1:24 pm, Sun, 21 April 24

Next Video