Video : 21 જાન્યુઆરીએ ખોડલધામ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ યોજાશે, CM ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે ધ્વજારોહણ
રાજકોટના (Rajkot) કાગવડ સ્થિત ખોડલધામનો ભવ્ય છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ યોજાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખોડલધામમાં ધ્વજારોહણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.
રાજકોટમાં પાટીદારોની આસ્થાનુ કેન્દ્ર ખોડલધામ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ યોજાવા જઇ રહ્યો છે. મા ખોડિયારનું મંદિર અને લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું ધામ એવા ખોડલધામ કાગવડની પ્રતિષ્ઠાને 21 જાન્યુઆરી 2023 એ 6 વર્ષ પુરા થઇ રહ્યા છે. ત્યારે 21 જાન્યુઆરીએ યોજાનારા પાટોત્સવમાં લાખો લેઉવા પાટીદાર સમાજના લોકો જોડાશે. 21 જાન્યુઆરીએ કાગવડના ખોડલધામ મંદિરમાં મહાયજ્ઞ, મહા આરતી, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામનો ભવ્ય છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ યોજાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખોડલધામમાં ધ્વજારોહણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે, આગામી 21 જાન્યુઆરીએ ખોડલધામનો ભવ્ય છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ યોજાશે. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજારોહણ કરાશે.
નરેશ પટેલે કહ્યું કે આ કાર્યક્રમમમાં નવા મંત્રી મંડળના તમામ પ્રધાનો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં દેશભરના ખોડલધામના કન્વીનરો આ કાર્યક્રમમમાં ઉપસ્થિત રહેનાર છે. મહત્વનું છે કે આસ્થાનું પ્રતીક ખોડલધામ સૌરાષ્ટ્રનું ત્રીજું સૌથી મોટું તીર્થસ્થળ છે અને ખોડલધામ લેઉવા પટેલનું આત્મગૌરવનું પ્રતીક છે.
આ મંદિરના નિર્માણ માટે બે લાખ ઘનફૂટ પથ્થરો ખરીદાયા હતા અને પિલર, છત, 600થી વધુ મૂર્તિઓની કોતરણી કરાઈ હતી. દિવાલો પર રામાયણ, મહાભારત, ગીતાના પ્રસંગો આલેખવામાં આવ્યા છે. ખોડલધામ મંદિરમાં કુલ 238 પિલર છે. ખોડલધામ મંદિરની પહોળાઈ 252.5 ફૂટ છે. 298 ફૂટની લંબાઈ સાથે 159 ફૂટ મંદિરની ઉંચાઈ છે. ખોડલધામ મંદિરમાં મા ખોડલની 21 મૂર્તિ સ્થાપિત છે અને જયપુરમાં મા ખોડલની મૂર્તિઓનું નિર્માણ થયુ છે.
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
