Video – VMCની ઢોર પાર્ટીની કામગીરીનો વીડિયો વાયરલ, રખડતા ઢોર પાછળ જોખમી રીતે દોડાવ્યું વાહન
વડોદરા VMCની ઢોર પાર્ટીની કામગીરીનો વીડિયો વાયરલ થયો છે. જોખમી રીતે ઢોર પકડવાની કામગીરીનો વીડિયો સામે આવ્યો છે. માંજલપુરમાં રખડતા ઢોર પાછળ જોખમી રીતે વાહન દોડાવ્યું. જોકે જીપ દોડાવતા ઢોરનું મોત નિપજ્યું હોવાનો પણ આરોપ લ્ગવવામાં આવ્યું છે. ઢોર પકડવાની લ્હાયમાં રાહદારીઓના જીવ જોખમમાં મુક્યા હોવાની વાત વાત કરવામાં આવી. ઢોર પાર્ટીની ઢોર પકડવાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે .
વડોદરામાં કોર્પોરેશનની ઢોર પાર્ટીની કામગીરીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ઢોર પાર્ટીની કામગીરી સામે સવાલ સર્જનારો છે. અત્યંત જોખમી રીતે ઢોર પાર્ટીની ટીમનું વાહન વાંકાચૂંકા રસ્તા પરથી પસાર થઇ રહ્યું છે. ઓવરસ્પીડ અને નિયમોની ઐસીતૈસી કરીને ઢોર પાર્ટીની ટીમ રખડતા ઢોર પાછળ પાડી છે. શહેરમાં ઢોરનો ત્રાસ ચોક્કસ વધી રહ્યો છે, પરંતુ જે રીતે ઢોર પાર્ટીની ટીમ કામગીરી કરી રહી છે તે યોગ્ય ન કહી શકાય. આ દ્રશ્યો જોઇને કહેવુ મુશ્કેલ બની જાય કે અહીં ખરેખર ઢોર કોણ છે.
મનપાની ઢોર પાર્ટીની ટીમ સામે અકસ્માત સર્જીને ગાયનું મોત નિપજાવવાનો આરોપ લાગ્યો છે. પશુમાલિકનો દાવો છે કે ઢોર પાર્ટીની ટીમે ગાય પકડવાની લ્હાયમાં અકસ્માત સર્જયો અને ગાયનું મૃત્યુ નિપજ્યું. એક તરફ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ત્યા ઢોર પાર્ટીના વીડિયોને લઇને રાહદારીઓની સુરક્ષા સામે સવાલ સર્જાયો છે.
આ પણ વાંચો : પૂરગ્રસ્ત શાળામાં પુસ્તકો પલળી જવાની છાત્રોની વ્યથા તંત્રએ સાંભળી, બાળકોને નવા પુસ્તકો આપવા આયોજન
તો ઢોર પાર્ટીની ટીમની કામગીરી સવાલો સર્જનારી છે. અહીં સવાલ એ સર્જાય કે શું આવી રીતે જ મનપાની ટીમ દ્વારા ઢોર પકડવામાં આવે છે. ઢોર પાર્ટીની ઢોર પકડવાની કામગીરી કેટલી યોગ્ય ? જો બેફામ ડ્રાઇવિંગથી અકસ્માત સર્જાશે તો જો કોઇ વ્યક્તિ કે વાહનચાલકને અકસ્માત નડશે તો ? શું બેફામ ડ્રાઇવિંગ બદલ ઢોરપાર્ટીના વાહનચાલક સામે કાર્યવાહી થશે ?
