Video : MLA હાર્દિક પટેલની વધી મુશ્કેલી, ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે ઇશ્યૂ કર્યું સમન્સ

|

Jan 25, 2023 | 7:57 PM

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે સમન્સ ઇશ્યુ કર્યું છે. હાર્દિક પટેલને 8 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ દાખલ થઈ છે. જેમાં 100થી વધુ પેજની ચાર્જશીટ અને 10થી વધુ સાક્ષીઓનો સમાવેશ કરાયો છે.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે સમન્સ ઇશ્યુ કર્યું છે. હાર્દિક પટેલને 8 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ દાખલ થઈ છે. જેમાં 100થી વધુ પેજની ચાર્જશીટ અને 10થી વધુ સાક્ષીઓનો સમાવેશ કરાયો છે. પાટીદાર આંદોલન સમયે નિકોલમાં નોંધાયેલા કેસમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. વર્ષ 2018માં 25 ઓગસ્ટે પોલીસ સાથે ગેરવર્તણુક મામલે ફરિયાદ નોંધાઇ હતી.

નિકોલમાં આમરણાંત ઉપવાસ પર બેસી વિરોધ કરવા જાય તે પહેલા જ તમામની અટકાયત કરાઈ હતી. સ્થળ પર પહોંચે તે પૂર્વે હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત કરાઈ હતી.

આ પણ વાંચો : Ahmedabad : વી એસ હોસ્પિટલને 189 કરોડના ખર્ચે કરાશે રિનોવેશન, પીપીપી ધોરણે કરાવી શકાશે અનેક લેબ ટેસ્ટ

Next Video