Video: ગીરસોમનાથમાં લવ જેહાદ, સોહેલ નામનો પરિણીત યુવક યુવતીને ભગાડી જતા ગામ લોકોમાં ભારોભાર રોષ, પાળ્યો સજ્જડ બંધ

| Edited By: | Updated on: Jan 30, 2023 | 11:42 PM

Gir Somnath: ગીર ગઢડા ગામમાં લવજેહાદની ઘટના સામે આવતા ગામલોકોમાં ભારોભાર રોષ છે. CRPFમાં ફરજ બજાવતો સોહેલ નામનો પરિણીત યુવક યુવતીને ભગાડી જતા ગામલોકોએ સજ્જડ બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો છે.

ગીરસોમનાથના ગીરગઢડા તાલુકામાં લવજેહાદની ઘટના સામે આવી છે. આર્મીમાં ફરજ બજાવતો ગામનો જ એક પરિણીત યુવક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયાની પોલીસ ફરિયાદ સામે આવી છે. જેને લઈ યુવતીના પરિવારજનો સહિત ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. લોકોએ સજ્જડ બંધ પાળીને વિરોધ કર્યો અને કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાય અપાવવા રજૂઆત કરી છે.

મળતી માહિતી પ્રમાણે આરોપી સોહિલ CRPFમાં છે અને ઓડિસામાં ફરજ બજાવે છે. તે એક મહિનાની રજા લઈને વતન આવવા નીકળ્યો હતો. આ દરમિયાન યુવતીએ અમદાવાદથી ઘરે કોલ કર્યો હતો કે તે બસમાં બેસીને વતન આવી રહી છે, પરંતુ લાંબા સમય સુધી યુવતી ઘરે ન પહોંચતાં પરિવારજનો અને ગ્રામજનોએ તપાસ કરી હતી. જેમાં ગામનો યુવક તેને ભગાડીને લઈ ગયો હોવાની હકીકત જાણવા મળી હતી.

આ પણ વાંચો: ગીર સોમનાથ: આરોગ્ય નિયામકે ઉના સરકારી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી, સફાઈ અને સુવિધા બાબતે અધિક્ષકને જાહેરમાં ખખડાવ્યા

ગીર ગઢડાના ધોકડવાના એક પરિવારે ગીર ગઢડા પોલીસમાં આપેલી અરજીમાં જણાવ્યા મુજબ તેમની પુત્રી અમદાવાદમાં નોકરી કરતી હતી. ગત 23 જાન્યુઆરીએ તે ઉના આવવા માટે અમદાવાદથી એસટી બસમાં નીકળી હતી, પરંતુ યુવતી ઘરે ન પહોંચતા એસટી ડેપો દ્વારા કંડક્ટરને પૂછપરછ કરી હતી. જેમાં એક પુરુષ મુસાફરે જણાવ્યુ હતુ કે નહેરૂનગર બસ સ્ટોપ પરથી એક મુસાફર આવ્યો હતો. આ બંને સીટ અમદાવાદથી ઉના સુધી રિઝર્વેશન કરેલી હતી, પરંતુ બંને યુવક યુવતી ભાવનગર ડેપોમાં ઉતરી ગયા હતા.