Video: ગારીયાધારમાં વધુ એક યુવતીએ પાગલ પ્રેમીની હેરાનગતિથી ત્રાસી જઈ મોતને વહાલુ કર્યુ

|

Jan 18, 2023 | 11:30 PM

Bhavnagar: ગારીયાધારમાં વધુ એક યુવતીએ પાગલ પ્રેમીની હેરાનગતીથી ત્રાસી જઈ મોતને વહાલુ કર્યુ છે. સચિન વોરા નામના યુવકે યુવતીને એટલી હદે મજબૂર કરી કે યુવતીએ સુસાઈડ નોટ લખી મોતને વ્હાલુ કર્યુ

સમાજમાં હવે પાગલ, સનકી પ્રેમીઓ દ્વારા દીકરીઓને બ્લેક મેઇલિંગ કે હેરાન કરવાના કિસ્સાઓ વધવા લાગ્યા છે. ભાવનગર જિલ્લામાં યુવતીઓની સલામતી ના હોય તેમ થોડા સમયમાં ફરી એક વખત ગારીયાધાર પંથકની 27 વર્ષીય યુવતીએ યુવકના ત્રાસથી આત્મહત્યા કરી લીધી. સચિન વોરા નામના યુવકે યુવતીને એટલી હદે મજબૂર કરી કે યુવતીએ સુસાઈડ નોટ લખી યુવતીએ મોતને વહાલું કરવું પડ્યું.

આ ઘટના પ્રકાશમાં આવતા રાજ્યભરમાં તેના ઘેરા પડઘા પડ્યા. દીકરીઓની સલામતી માટે રાજ્યના ગૃહમંત્રી દ્વારા આવારા તત્વો પર લગામ લગાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ ઉઠી છે. સચીન વોરા નામનો યુવક યુવતીને હેરાન કરતો જેને લઈને તેણીએ સુસાઈડ નોટ લખી જીવન ટુંકાવ્યું જેનું આજે બેસણુ યોજાયું હતું અને પરિવારે આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.

‘પૂર્વ સરપંચના દીકરાએ મારી છોકરીને ફસાવીને ફોટા પડાવી લીધા’

મૃતક યુવતી રવિના કાનાણીના પિતાના જણાવ્યુ કે મારા પરિવારમાં એક દીકરી હતી, જેમાંથી એક દીકરી ગઈ હવે એક રહી. મારી દીકરીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હતો. તે ઘરકામ ખેતીકામ કરતી હતી. દીકરીને હેરાન કરનારો સચિન વોરા ગામના પૂર્વ સરપંચનો દીકરો હતો.

છોકરીને ફસાવીને ફોટા પડાવી લીધા હતા અને બધાને હેરાન કરતો, ઘરના સભ્યોને પણ પરેશાન કરતો રહેતો હતો. મારી દીકરીને ધમકીઓ આપી બ્લેકમેઈલ કરતો. જેથી હું તેના પિતાને વારંવાર કહેતો કે તમારા દીકરાને સમજાવો. થોડા સમય સુધી તો તે બંધ થઈ ગયો હતો, પરંતુ થોડો સમય પસાર થયા બાદ ફરી સચિને મારી દીકરીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.

તેના પિતા ફોનમાં કહેતા હતા કે મારા દીકરાનું જે કરવું હોય તે કરી નાખજો, પરંતુ રૂબરૂ મળીએ ત્યારે કહેતા કે મારા છોકરાને કોઈ કંઈ કરે તો તેને ખબર પાડી દઉં. જોકે ફોન પર એવું કહેતા કે મારો દીકરો મારા કહ્યામાં નથી, તમારે જે કરવું હોય એ કરજો.

આ પણ વાંચો: ભાવનગર: ગારીયાધારમાં યુવકના ત્રાસથી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, છેલ્લા એક મહિનામાં 4 દીકરીઓએ ગુમાવ્યા જીવ

Next Video