Gujarati Video : જમાનો અને કહેવત બંને બદલાઈ રહી છે ! શ્વાનની ટોળકીએ જંગલના રાજાને ભગાડ્યો ! જાણો શું છે હકીકત

Gujarati Video : જમાનો અને કહેવત બંને બદલાઈ રહી છે ! શ્વાનની ટોળકીએ જંગલના રાજાને ભગાડ્યો ! જાણો શું છે હકીકત

| Edited By: | Updated on: Mar 22, 2023 | 4:51 PM

Viral video : આજકાલ સોશિયલ મીડિયામાં પશુ -પક્ષીઓના વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. જો કે હાલમાં એક વીડિયોમાં શ્વાનની ટોળકી સિંહોને ભગાડતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

આજકાલ સોશિયલ મીડિયામાં પશુ -પક્ષીઓના વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. જો કે સોશિયલ મીડિયામાં આજકાલ લોકો જંગલના રાજા સિંહનો વીડિયો જોવાનું ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયામાં સિંહ પોતાની શિકારની શોધમાં હોય, લટાર મારવા પરિવાર સાથે નીકળ્યો હોય તેવા વીડિયો વાયરલ થતા હોય છે. જો કે હાલમાં એક વીડિયોમાં શ્વાનની ટોળકી સિંહોને ભગાડતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

જંગલનો રાજા અને સૌરાષ્ટ્રની શાન સમા સિંહનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં વનરાજ પોતાની મસ્તીમાં એક ગામની ભાગોળેથી પસાર થતો જણાઇ રહ્યો છે. પોતાના શિકારના લક્ષ્ય સાથે સિંહ ગાયના ટોળા તરફ આગળ વધી રહ્યો છે, જોકે આ સમયે શ્વાનની ટોળકી સિંહની પાછળ દોડે છે.

વાયરલ વીડિયો મુદ્દે સોશિયલ મીડિયામાં શ્વાને સિંહને ભગાડ્યાનો દાવો થઇ રહ્યો છે, પરંતુ શ્વાનના ટોળાની હાજરીની સાવજ જરાય દરકાર નથી કરતો અને શિકારની ફિરાકમાં આગળ વધી જાય છે. હાલ સાવજ, શ્વાન અને શિકારનો આ વીડિયો સોશિયલ મીડિયામાં યુઝર્સની પ્રથમ પસંદ બન્યો છે.