Gujarati Video: સુરેન્દ્રનગરની દૂધરેજ નગરપાલિકાની સામાન્ય બેઠક મળી, 5.40 કરોડના ખર્ચે બનનારા સ્પોર્ટ્સ સંકુલના કામને બહાલી

|

Jan 31, 2023 | 11:56 PM

Surendranagar: દૂધરેજ નગપાલિકાની સાધારણ સભા મળી હતી. જેમા સ્પોર્ટ્સ સંકુલ અને સ્વિમિંગ પુલના કામને બહાલી આપવામાં આવી છે. સાથે જ પ્રાથમિક સુવિધાના 39 કામો મંજૂર કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર, દૂધરેજ, વઢવાણ સંયુકત નગરપાલિકાની બજેટલક્ષી જનરલ બોર્ડની બેઠક મળી. જેમાં વિકાસના વિવિધ કાર્યોને મંજૂરી આપવામાં આવી. મેળાના મેદાનમાં 5.40 કરોડના ખર્ચે બનનારા સ્પોર્ટસ સંકુલ અને 1.42 કરોડના ખર્ચે બનનારા સ્વિમિંગ પુલને બહાલી મળી. આ ઉપરાંત બસ સ્ટેન્ડ સુધીના રિવરફ્રન્ટ અને ડમ્પિંગ સાઈટ પર ઘન કચરાના નિકાલની વ્યવસ્થા અંગેના ટેન્ડરની સાથે જ સ્વચ્છતા માટે વધુ સફાઈ કામદારોની ભરતી કરાશે. આ બજેટ બેઠકમાં પાલિકાના પ્રમુખ સહિત ચૂંટાયેલા તમામ સભ્યો હાજર રહ્યાં હતા.

દુધરેજ નગરપાલિકાની સાધારણ સભા મળી હતી મળ્યુ. જેમાં રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાના 39 કામો મંજુર કરવામાં આવ્યા હતા. આ જનરલ બોર્ડમાં મેળાના મેદાનમાં નિર્માણ પામનારા રૂ. 5 કરોડના સ્પોર્ટ્સ સંકુલનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતુ. રૂ.1.42 કરોડનું હેલ્થ ક્લબ અને સ્વિમિંગ પુલ નિર્માણ માટે ફાળવવામાં આવ્યા હતા. વધુમાં આ જનરલ બોર્ડમાં રૂ. 1 કરોડના ખર્ચે વર્મી કમ્પોઝ પ્લાટ નિર્માણ માટે ફાળવવામાં આવ્યા હતો. અને રૂ. 9 લાખનું બજેટ સ્મશાનની  ભઠ્ઠી  માટે ફાળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાના 39 કામો મંજુર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:  Video: મહેસાણાને ડસ્ટ ફ્રી બનાવવા અને વિવિધ વિસ્તારોમાં બ્લોક લગાવવાનું આયોજન, નગરપાલિકાની સાધારણ સભામાં નિર્ણય

રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાના 39 કામો મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં સર્વાનુમતે 52 કોર્પોરેટરોએ પણ જનરલ બોર્ડમાં કામોને સમર્થન આપ્યું હતુ.

Next Video