Video: રાજકોટમાં બાર કાઉન્સિલની પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ મુદ્દે મોટો ખૂલાસો પેપર લીક થયુ હોવાની વાતને BCIએ નકારી

|

Feb 07, 2023 | 8:52 PM

Ahmedabad: રાજકોટમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની પરીક્ષામાં ગેરરીતિ મામલે 3 સભ્યોની કમિટીના રચના કરવામાં આવી છે. આ મામલે મોટો ખૂલાસો થયો છે અને પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની વાત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ નકારી છે.

Video: રાજકોટમાં બાર કાઉન્સિલની પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ મુદ્દે મોટો ખૂલાસો પેપર લીક થયુ હોવાની વાતને BCIએ નકારી
ગુજરાત હાઈકોર્ટ

Follow us on

રાજકોટમાં બાર કાઉન્સિલની પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ મુદ્દે મોટો ખૂલાસો થયો છે. પરીક્ષામાં પેપરલીક થયુ હોવાની વાતને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ નકારી છે. જેમાં એડવોકેટ જિજ્ઞેશ જોશીએ ચૂંટણીમાં લાભ લેવા કાવતરૂ ઘડ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની પ્રાથમિક તપાસમાં મહત્વપૂર્ણ ખૂલાસો થયો છે. જેમાં જિજ્ઞેશે લખેલા 28 જવાબ પૈકી 21 જવાબ ખોટા હતા અને જિજ્ઞેશ જોશીએ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે ત્રણ સભ્યોની કમિટી આ અંગ વિગતવાર તપાસ કરશે.

નોંધનીય છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ગત રવિવારના રોજ વકીલાત માટે જરૂરી સનદની પરીક્ષાનું આયોજન કરાયું હતું. દેશમાં કુલ 1.70 લાખ જેટલા પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે રાજકોટ પરીક્ષા સેન્ટરના ટેલિગ્રામના સ્ક્રીન શોટ્સ વાયરલ થયા છે. જેમાં રાજકોટના એડવોકેટ જીગ્નેશ જોષી દ્વારા પરીક્ષાર્થીઓ માટે જવાબ લખીને ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દેવામાં આવ્યા હતા. આ અંગેનો વિવાદ સામે આવતા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બે હજાર પરીક્ષાર્થીઓના ગ્રુપમાં થતી હતી ચોરી !

આ અંગે વધારે વિગત પ્રમાણે બે હજાર જેટલા પરીક્ષાર્થીઓનું ઇન્સ્ટાગ્રામ ગ્રુપ બન્યું હતું, જેમાં પરીક્ષા પહેલા શું તકેદારી રાખવી તેની માહિતી આપી હતી. પરીક્ષામાં પેપર આવ્યા બાદ તેની આન્સર કી મુકવામાં આવી હતી. આ આન્સર કી પરીક્ષાર્થીઓ દ્રારા મોબાઈલમાં જોઈને જવાબ લખવામાં આવ્યા હતા. પરીક્ષાર્થીઓ દ્રારા મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ હોવા છતા પણ અંદર લઇ જવામાં આવતો હોવાનું સામે આવ્યું છે,

સામાન્ય રીતે પરીક્ષાર્થીઓ બુકમાં જોઈને જવાબ લખી શકે છે

આ પરીક્ષામાં ભાવિ વકીલો પુસ્તકોનો ઉપયોગ કરી શકે છે. 100 માર્કસના આ પેપરમાં ભાવિ વકીલો ઉત્તર પુસ્તકમાં જોઈને લખી શકે છે, જો કે મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવાને કારણે તેનો ઉપયોગ કરી શકતા નથી. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં જે ઉત્તરવહી રજૂ કરવામાં આવી છે. જેમાં કેટલાક જવાબો ખોટા લખવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ પણ વાંચો: RAJKOT : બાર કાઉન્સિલની પ્રત્યક્ષ કોર્ટ શરૂ કરવા માગ, હાઇકોર્ટના ચીફ જસ્ટીસને લખ્યો પત્ર

પરીક્ષામાં ગેરરીતિ મામલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ 3 સભ્યોની કમિટીની કરી રચના

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયાની પરીક્ષામાં ગેરરીતિનો મામલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયાએ 3 સભ્યોની કમિટીની રચના કરી છે. જેમા ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટીસ ઉપાધ્યાય, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનાં સભ્ય જયંત જયભાવે અને GNLUના ડાયરેકટર પ્રોફેસર. એસ. શાંથાકુમાર કમિટી તપાસ કરી રહી છે.

ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ

Published On - 8:43 pm, Tue, 7 February 23

Next Article