RAJKOT : બાર કાઉન્સિલની પ્રત્યક્ષ કોર્ટ શરૂ કરવા માગ, હાઇકોર્ટના ચીફ જસ્ટીસને લખ્યો પત્ર

| Updated on: Jan 27, 2021 | 5:24 PM

RAJKOT : રાજ્યની તમામ કોર્ટમાં ફિઝિકલ કોર્ટ બંધ છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાએ પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાની માંગ કરી છે.

RAJKOT : કોરોનાકાળમાં રાજ્યની તમામ કોર્ટમાં ફિઝિકલ કોર્ટ બંધ છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપ પટેલે કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાની માંગ કરી છે. દિલીપ પટેલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસને પત્રમાં લખ્યું છે કે હાલમાં કોરોનાની રસી આવી ગઇ છે ત્યારે હવે જજ અને કોર્ટના સ્ટાફે કોરોનાનો ડર કાઢવો જોઇએ. દિલીપ પટેલે દાવો કર્યો છે કોર્ટ બંધ રહેવાથી અનેક જુનિયર વકીલોની સ્થિતિ કફોડી થઇ છે. રાજ્યમાં 85 હજાર જેટલા વકીલો છે જેમાંથી માત્ર 10 ટકા વકીલો જ સિનીયર છે, બાકીના જુનિયર વકીલોને કામ મળવું મુશ્કેલ બન્યુ છે.

 

 

Published on: Jan 27, 2021 05:17 PM
g clip-path="url(#clip0_868_265)">