Video: ધાનેરા નગરપાલિકામાં વીજપૂરવઠો કપાયા બાદ ફરી શરૂ થયો, પાલિકા હવે હપ્તેથી કરશે બાકી વીજબિલનું ચુકવણુ

|

Jan 23, 2023 | 11:28 PM

Banaskantha: જિલ્લાની ધાનેરા નગરપાલિકામાં વીજપૂરવઠો કપાયા બાદ યંત્રવત કરવામાં આવ્યો છે. પાલિકાએ GEB સાથે હપ્તેથી વીજ બિલ ભરવાની વાટાઘાટો કર્યા છે. જેમા બાકી નીકળતુ 2.60 કરોડ રૂપિયાનુ વીજબિલ હપ્તેથી ભરશે.

બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં વીજ જોડાણ કપાયા બાદ હવેથી પાલિકા હપ્તાથી વીજબીલ ભરશે. GEB સાથે વાટાઘાટો બાદ હવેથી પાલિકા હપ્તા સિસ્ટમથી વીજ બિલ ભરવાની છે. પાલિકાએ રૂપિયા 2.60 કરોડના વીજ બીલ ન ભરતા GEBએ વીજ જોડાણ કાપી નાખ્યા હતા. જેથી પાલિકામાં અંધારપટ છવાતા જનરેટર દ્વારા લાઈટ ચાલુ કરવામાં આવી હતી.

પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં ઘડાયો હતો. નગરપાલિકા કચેરીએ 2 કરોડ 60 લાખ રૂપિયાનું વીજ બીલ ભર્યુ ન હતુ. આ અંગે નગરપાલિકાને વારંવાર નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે GEBએ વીજ જોડાણ કાપી નાખ્યુ હતુ. જેના કારણે સ્થાનિકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.

રોજ-બરોજના કામે આવતા ધાનેરાના નાગરિકોને પારાવાર અગવડ પડી રહી છે. વીજળીના અભાવે કોમ્પ્યૂટર બંધ થઈ જતા લોકોને જરૂરી દસ્તાવેજો મળતા નથી. પાલિકા કચેરીના સ્ટાફને પણ કામ ન થતા પ્રજા સાથે માથાકૂટ થતી હતી ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે સમગ્ર હેરાનગતિ મુદ્દે વર્તમાન શાસકોના ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યો.

આ પણ વાંચો: Video: બનાસકાંઠાના સીપુ ડેમમાં માત્ર 5 ટકા જ પાણી, ધાનેરા, ડીસા અને પાથાવાડાના 219 ગામોમાં પીવાના પાણીની તંગી

આ અગાઉ વીજબીલ ન ભરતા પ્રાંતિજ નગરપાલિકાનું પણ એક નહીં ચોથી વખત વીજ જોડાણ કપાઈ ચુક્યું છે. પાલિકાએ વિજબીલ ન ભરતા સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્કસ સહિતના કનેકશન વીજ કંપનીએ કાપી નાખ્યા હતા. સ્ટ્રીટ લાઈટનું 6 લાખ 47 હજારથી વધુ, વોટર વર્કસનું 7 લાખથી વધુ અને અન્ય કનેક્શનનું વીજ બીલ 2 લાખથી વધુનું બાકી હતું. જેના કારણે વીજ કંપનીએ પાલિકા સામે કાર્યવાહી કરી હતી.

Next Video