સુરેન્દ્રનગરના ચુડાનું વેળાવદર ગામ કોઝ-વે ડૂબતા સંપર્ક વિહોણું બન્યું, જુઓ Video

|

Jul 15, 2023 | 4:18 PM

બંને ગામને જોડતા મુખ્ય કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. વેળાવદર ગામ સંપર્ક વિહોણું બનતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવામાં આવી રહ્યો છે. જ્યારે નદી પર ગામને જોડતો કોઝવે વરસાદી પાણીમાં તણાઈ ગયો અને કોઝવે પાણીમાં તણાતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

Surendranagar : ગુજરાતમાં ભારે વરસાદની(Monsoon 2023) આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં સુરેન્દ્રનગરના(Surendranagar) ચુડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ચુડાનું વેળાવદર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સતત વરસાદને કારણે વેળાવદર ગામ પાસે વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે છત્રીયાળા અને ઝીંઝવદર તરફ જતા કોઝવે પર પાણી ફરી વળ્યાં છે.

તેમજ બંને ગામને જોડતા મુખ્ય કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. વેળાવદર ગામ સંપર્ક વિહોણું બનતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવામાં આવી રહ્યો છે. જ્યારે નદી પર ગામને જોડતો કોઝવે વરસાદી પાણીમાં તણાઈ ગયો અને કોઝવે પાણીમાં તણાતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

સુરેન્દ્રનગરના ચુડા પંથકમાં આવેલો વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી હજુ પણ ડેમમાં પાણીની આવક થઇ રહી છે. જેના પગલે ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને તંત્રએ સતર્ક રહેવાની સૂચના આપી છે. મહત્વપૂર્ણ છે કે વાંસલ ડેમ લીંબડી અને ચુડા વિસ્તારના લોકોની જીવાદોરી સમાન છે. ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:15 pm, Sat, 15 July 23

Next Video