રાજકોટ વીડિયો : રસ્તા પર ઓઈલ ઢોળાતા બાઈક ચાલકો લપસ્યા, પાણીનો છંટકાવ કરી સાફ કરાયો રસ્તો

રાજકોટ વીડિયો : રસ્તા પર ઓઈલ ઢોળાતા બાઈક ચાલકો લપસ્યા, પાણીનો છંટકાવ કરી સાફ કરાયો રસ્તો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2023 | 4:45 PM

સિવિલ હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ પર ઓઈલ ઢોળાયું હોવાનું સામે આવ્યું છે. તો અજાણ્યા વાહનમાંથી રોડ પર ઓઈલ ઢોળાતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો અનેક બાઈક ચાલકો સ્લીપ થયા હોવાનું સામે આવ્યું છે. તો કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હતી.

રાજકોટના રસ્તા પર ઓઈલ ઢોળાતા બાઈક ચાલકો લપસ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. સિવિલ હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ પર ઓઈલ ઢોળાયું હોવાનું સામે આવ્યું છે. તો અજાણ્યા વાહનમાંથી રોડ પર ઓઈલ ઢોળાતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો અનેક બાઈક ચાલકો સ્લીપ થયા હોવાનું સામે આવ્યું છે. તો કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હતી. તો ફાયર બ્રિગેડને જાણ થતા જ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે. તો પાણી છંટકાવ કરી રસ્તો સાફ કરવામાં આવ્યો છે.

તો બીજી તરફ રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. તો ધર્મેન્દ્ર રોડ પર બજારમાં આવતા લોકોને ટ્રાફિક વિભાગ નિશાન બનાવતો હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તો ટાર્ગેટ પૂર્ણ કરવા આ વિસ્તારમાંથી લોકોના વાહનો ટોઈંગ કરાતા હોવાનો આક્ષેપ છે. વેપારીઓએ રસ્તા પર ઉતરીને ટ્રાફિક વિભાગનો વિરોધ દર્શાવ્યો છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">