Breaking News : વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ, જુઓ દ્રશ્યો

| Edited By: | Updated on: Dec 12, 2025 | 4:01 PM

લસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ ગામમાં એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા તુંબ ગામની એક કંપનીમાં આજે અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ નજીકના વિસ્તારોમાં દોડધામ મચી હતી અને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.

આગ પર કાબૂ મેળવવા માટે સાતથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી રહી છે. દૂરથી જ કંપનીમાંથી ઉઠતી જ્વાળાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી, જેના કારણે લોકોને ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

સૌભાગ્યે, કંપનીમાં હાજર તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જેથી કોઇ જાનહાનિ ન થાય. હાલ ફાયર બ્રિગેડના જવાનો આગ પર પાણી રેડીને તેને નિયંત્રણમાં લેવા પ્રયત્નશીલ છે.

આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને વધુ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે.

(ઈનપુટ ક્રેડિટ – નીલેશ ગામીત, વલસાડ)

Published on: Dec 12, 2025 03:24 PM