Valsad : ઘરમાં પૂજા કરતી વખતે સોનવાળા ગામના માજી તલાટીને આવ્યો હાર્ટ એટેક, જુઓ Video

વલસાડના સોનવાળા ગામે માજી તલાટીને હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સોનવાળા ખાતે પટેલ ફળિયામાં રહેતા માજી તલાટી ભાઈલાલ પટેલને પુજા કરી રહ્યા હતા જે દરમ્યાન હાર્ટ એટેક આવ્યો. જોકે આ બાદ તેમણે તાત્કાલિક સારવાર માટે ખસેડાયા પરંતુ ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.

| Edited By: | Updated on: Oct 16, 2023 | 7:31 PM

રાજયમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જેની વચ્ચે તાજેતરમાં વલસાડ સોનવાળા ગામ ખાતે ફરી હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યું છે. સોનવાળાના પટેલ ફળિયામાં રહેતા માજી તલાટીને હાર્ટ એટેક આવ્યો છે.

વલસાડમાં હાર્ટ એટેક આવતા માજી તલાટીનું મોત થયું છે. ભાઈલાલ જોગીભાઈ પટેલ ઘરમાં પૂજા કરી રહ્યા હતા તે દરમિયાન હાર્ટએટેક આવ્યો. હાર્ટએટેક આવતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર માટે લાવવામાં આવતા ફરજ પરના ડોકટરે તેમણે મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો : Valsad : વાપીમાં 5 જેટલા ભંગારના ગોડાઉનમાં આગ, તમામ માલસામાન બળીને થયો ખાક, જુઓ Video

બીજી તરફ હાલમાં નવરાત્રીને લઈને કોઈ પણ હાર્ટ એટેકના બનાવ નહીં બને તે માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તમામ મોટા નવરાત્રી પંડાલો પર આરોગ્યની ટીમો તૈનાત કરવામાં આવી છે.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો