વલસાડ : કાર ભાડે લઈ વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું, 4 લોકોની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો

|

Mar 23, 2024 | 10:34 AM

વલસાડ : પોલીસે ભેજાબાજ ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકી વાહન ભાડે લઇ તેને ગીરવે મૂકી વાહન વેચી મારતી હતી. કાર માલિકે પોતાની કાર ભાડે આપ્યા બાદ શકાસ્પદ હાલતમાં હોવાનું તેના ધ્યાન પર આવતા તપાસ દરમિયાન ભાંડો ફૂટ્યો હતો.

વલસાડ : પોલીસે ભેજાબાજ ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકી વાહન ભાડે લઇ તેને ગીરવે મૂકી વાહન વેચી મારતી હતી. કાર માલિકે પોતાની કાર ભાડે આપ્યા બાદ શકાસ્પદ હાલતમાં હોવાનું તેના ધ્યાન પર આવતા તપાસ દરમિયાન ભાંડો ફૂટ્યો હતો. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

વલસાડના રૂદ્રાક્ષ ટ્રાવેલ્સના સંચાલક હિતેશ પટેલ પાસે ટોળકી દ્વારા લગ્નમાં વડોદરા લઈ જવા કાર ભાડે લેવામાં આવી હતી. વડોદરા લગ્નમાં જવાનું કહી ભાડે લેવાયેલી કાર લઈ એક વ્યક્તિ રવાના થયો હતો. આ કાર વડોદરાના સ્થાને બગવાડામાં હોવાની કાર માલિકને માહિતી મળતા તેણે તપાસ કરી હતો. શંકા જતા કાર ભાડે લેનારનો સંપર્ક કરવામાં આવતા ફોન લાગ્યો ન હતો. આ કાર નવસારીના યાસીન નામના વ્યક્તિને ગીરવે મૂકી દેવાઈ હતી. પોલીસ તપાસમાં ૪ લોકોની કૌભાંડમાં ભૂમિકા સામે આવતા તેમની ધરપકડ કરાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video