Valsad : મહારાષ્ટ્રના દરિયા કિનારે હથિયારો ભરેલી બિનવારસી બોટ મળ્યા બાદ દરિયાકાંઠે પોલીસ એલર્ટ મોડ પર

|

Aug 24, 2022 | 10:15 PM

વલસાડ( Valsad)જિલ્લાના દરિયા કિનારે મરીન પોલીસ સહિત જે તે પોલીસ સ્ટેશન વિસ્તારની ટીમો દ્વારા દરિયાઈ પટ્ટીના ગામોમાં અને વિસ્તારોમાં સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે

મહારાષ્ટ્રના(Maharastra)દરિયા કિનારેથી ઘાતક હથિયારો સાથેની બીનવારસી બોટ મળ્યા બાદ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.ત્યારે મહારાષ્ટ્રને અડીને આવેલા વલસાડ(Valsad)જિલ્લામાં દરિયા કિનારા વિસ્તારમાં પોલીસ એલર્ટ(Alert) મોડ પર છે. તો આ સાથે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં આતંકી હુમલોની ધમકી આપવામાં આવી છે.આ ધમકી પાકિસ્તાની મોબાઈલ નંબર થકી આપવામાં આવી છે.જેથી મામલાની ગંભીરતાને લઈને મહારાષ્ટ્ર સરકાર હરકતમાં આવી છે અને તમામ એજન્સીઓને આ બાબતે સતર્ક કરી જરૂરી કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

દરિયા કિનારા પર પોલીસ બાજ નજર

વલસાડ જિલ્લો  70  કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે.આથી જિલ્લાના દરિયા કિનારે મરીન પોલીસ સહિત જે તે પોલીસ સ્ટેશન વિસ્તારની ટીમો દ્વારા દરિયાઈ પટ્ટીના ગામોમાં અને વિસ્તારોમાં સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.સાથે જ પોલીસ દ્વારા માછીમારોને મળી જરૂરી સૂચન કરવામાં આવી રહી છે.દરિયામાં થતી કોઈપણ શંકાસ્પદ હિલચાલ પોલીસ સુધી પહોંચાડવા માટે માછીમારોને જણાવવામાં આવી રહ્યું છે.આમ વલસાડ જિલ્લાના 70  કિલોમીટર દરિયા કિનારા પર પોલીસ બાજ નજર રાખી રહી છે.

જિલ્લાના દરિયા કિનારામાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.જોકે અગાઉ પણ વલસાડના ઉમરગામ તાલુકાનો ફણસા દરિયા કિનારે આર.ડી.એક્સ લેન્ડ થઇ ચુક્યું હતું.ત્યારે હવે કોઈ પણ આતંકી ગતિવિધિ વલસાડમાં ન થાય એ માટે પોલીસ એલર્ટ છે.

Published On - 10:15 pm, Wed, 24 August 22

Next Video