Valsad: આચારસંહિતા અમલમાં આવતા જ મુખ્ય માર્ગો પર વાહન ચેકિંગ, 44 લાખની કિંમતનો દારૂ ઝડપાયો, જુઓ Video

|

Mar 20, 2024 | 2:40 PM

ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતા અમલમાં આવતાં જ વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે

ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતા અમલમાં આવતાં જ વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આચારસંહિતા અમલમાં આવતાં જ વલસાડ જિલ્લામાં મુખ્ય માર્ગો પર વાહન ચેકિંગ કરીને  દારુ અને નાણા સહિતની વસ્તુ પકડવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં ચૂંટણી જાહેર થતા જ ચુસ્ત રીતે આચારસંહિતાની અમલવારી કરાવવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં મુખ્ય માર્ગો પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. 1 માર્ચથી શરૂ થયેલી કામગીરીમાં વાહન ચેકિંગ દરમિયાન 44 લાખની કિંમતનો દારૂ ઝડપાયો છે.  સાથે જ 5.92 ગ્રામ ડ્રગ્સના જથ્થા સહિત 35 લાખથી વધુની બિનહિસાબી રકમ સીઝ કરવામાં આવી છે.
આ પણ વાંચો – નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતમાં રાહત મેળવવા ચૈતર વસાવા હાઇકોર્ટમાં જશે, જુઓ વીડિયો
વલસાડ જિલ્લામાં SST સહિતની 7 જેટલી ટીમોની રચના કરવામાં આવી છે. જિલ્લામાં 5 વિધાનસભા વિસ્તારમાં 20 જેટલી ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. જેમના દ્વારા ગેરકાયદેસર કામ કરતા લોકો સામે બાજ નજર રાખવામાં આવી રહી છે.
 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Next Video