Breaking News : વાપીમાં અંધશ્રદ્ધાની ઘટના આવી સામે, મરચાના ધુમાડાથી બાળકીનું થયું મોત, પરિવારના અન્ય સભ્યો થયા બેભાન, જુઓ Video
અંધશ્રદ્ધાના ધુમાડાએ બાળકીનો જીવ લીધો છે. નજર લાગ્યાની માન્યતાને કારણે પરિવારના સભ્યોએ ઘરમાં મરચાનો ધુમાડો કર્યો હતો. જેના કારણે આ ધુમાડો પ્રસરતા નાની બાળકીનું મોત થયું છે. જોકે પરિવારના 4 સભ્યો સારવાર હેઠળ ખસેડાયા છે. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તમામ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
વલસાડમાં એક ઘરમાં મરચાનો ધુમાડો કરાતા બાળકીનું મોત થયું છે. મહત્વનુ છે કે આ મરચાનો ધુમાડો કરવાનું કારણ કઇંક અલગ જ હતું. વાપીના ભડકમોરામાં બનેલી આ ઘટના અંધશ્રદ્ધાની ઘટના હોવાનું સામે આવ્યું છે. નજર લાગી હોવાની માન્યતાથી ઘરમાં મરચાનો ધુમાડો કર્યો હતો. જે દરમ્યાન આ ધુમાડાને કારણે બાળકીનું મોત થવાની ઘટના બની છે.
આ પણ વાંચો : અંબાજી હડાદ માર્ગ અકસ્માત, ખાનગી બસ પલટતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત, જુઓ Video
ધુમાડાથી શ્વાસ રૂંધાતા પરિવારના 5 સભ્યો પણ બેભાન થયા હતા. પાડોશીએ દરવાજો તોડી પરિવારને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. મહત્વનુ છે કે મારચાના આ ધુમાડાને કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પણ સામે આવ્યુ છે. એટકે અંધશ્રદ્ધાએ નાની બાળકીનો જીવ લીધો હોવાની ઘટના બની છે. જોકે પતિ-પત્ની અને બે સાળા હાલ સારવાર હેઠળ છે.
