Valsad: હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાનો મામલો, ફાયરની 4 ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી મેળવ્યો કાબૂ, જુઓ Video

Humsafar Express train: વલસાડથી આવી રહેલા સમાચાર મુજબ હમસફર ટ્રેનના જનરેટર કોચમાં આગ લાગી હતી. આગ લાગવાને લઈ સ્થાનિક ફાયર ટીમો તેને વધુ પ્રસરતી અટકાવવા માટે જહેમત ઉઠાવી હતી. વલસાડ નજીક બનેલી આ ઘટનામાં હમસફર એક્સપ્રેસમાં આગ લાગવાને લઈ ટ્રેનના કર્મચારીઓ દ્વારા કાબૂ મેળવવા માટે શરુઆતમાં પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ ટ્રેનના તે બંને કોચને અલગ કરી દેવામાં આવ્યા હતા.

Valsad: હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાનો મામલો, ફાયરની 4 ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી મેળવ્યો કાબૂ, જુઓ Video
ટ્રેનમાં આગ લાગવાનો મામલો
| Edited By: | Updated on: Sep 23, 2023 | 7:04 PM

વલસાડથી આવી રહેલા સમાચાર મુજબ હમસફર ટ્રેનના જનરેટર કોચમાં આગ લાગી હતી. આગ લાગવાને લઈ સ્થાનિક ફાયર ટીમો તેને વધુ પ્રસરતી અટકાવવા માટે જહેમત ઉઠાવી હતી. વલસાડ નજીક બનેલી આ ઘટનામાં હમસફર એક્સપ્રેસમાં આગ લાગવાને લઈ ટ્રેનના કર્મચારીઓ દ્વારા કાબૂ મેળવવા માટે શરુઆતમાં પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ ટ્રેનના તે બંને કોચને અલગ કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ  Aravalli: બાયડ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતી પાક નિષ્ફળ, વરસાદી પાણીથી ધોવાણ થતા ખેતરોમાં કોતરો સર્જાઈ ગઈ! જુઓ Photo

ફાયરની ચાર જેટલી ટીમો પાણીનો મારો ચલાવીને આગને પ્રસરતી અટકાવીને કાબૂ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ વિકરાળ બનતી જઈ રહેલી આગલ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવી હતી. હમસફર એક્સપ્રેસ ટ્રેન મુંબઈ થી અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. આગની ઘટના બાદ તુરત તમામ મુસાફરોને ટ્રેનમાંથી નિચે ઉતારી દેવામાં આવ્યા હતા. સાથે જ બીજા ટ્રેક પર ની ટ્રેનોને પણ રોકી દેવાાં આવી હતી.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:24 pm, Sat, 23 September 23