Valsad : સતત ત્રીજા દિવસે પડી રહેલા વરસાદને કારણે કેરીના પાકમાં નુકશાનની ભીતિ, જુઓ Video

|

May 02, 2023 | 8:22 AM

વલસાડ શહેર સહિત વિવિધ વિસ્તારમાં વરસાદને પગલે કેરીના પાકમાં વ્યાપક નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. પાકમાં વરસાદના કારણે જીવાત પડવાની સંભાવનાને લઈ ખેડતું ચિંતામાં મુકાયો છે.

વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે. શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં સતત વરસાદ કહેર મચાવી રહ્યો છે. મહત્વનુ છે કે, એકધારા પડી રહેલા વરસાદથી કેરીના પાકમાં વ્યાપક નુકશાનની ભીતિ પણ સેવાઇ રહી છે. વરસાદનું પાણી કેરી પર પડતાં કેરીમાં જીવાત પડવાથી પાક બગડે તેવી ખેડૂતોમાં  ચિંતા છે.

આ પણ વાંચો : ભર ઉનાળે વલસાડના ઉમરગામમાં વરસાદ વરસ્યો, કેરીના પાકને નુકસાનની ભીતિ

બીજીતરફ વરસાદના કારણે જાહેર જીવન પર પણ માઠી આસર જોવા મળી છે. વલસાડમાં પડી રહેલા વરસાદને કારણે અંડર પાસમાં પાણી ભરાયા છે. વલસાડ છીપવાડ અંડર પાસ અને મોગરવાડી અંડર પાસમાં પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અંડર પાસમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આજે ફરી વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદના કારણે નોકરિયાત વર્ગ અટવાયો હોવાનું પણ સામે આવ્યું છે. વલસાડ જ નહીં પરંતુ દક્ષિણના તમામ જિલ્લાઓમાં આ પ્ર્કારની સ્થિતિ સર્જાઈ છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 8:21 am, Tue, 2 May 23

Next Video