Valsad : ખાનગી શાળામાં વક્તૃત્વ સ્પર્ધાના નથુરામ ગોડસે વિષયથી વિવાદ, લોકોમાં રોષ

|

Feb 16, 2022 | 12:04 PM

વલસાડની એક ખાનગી શાળામાં વક્તૃત્વ સ્પર્ધાના વિષયના કારણે વિવાદ સર્જાયો છે. ગાંધીના ગુજરાતમાં ‘મારો આદર્શ નથુરામ ગોડસે' વિષય વક્તૃત્વ સ્પર્ધા યોજાતા ચારેકોરથી ટીકાનો વરસાદ થઈ રહ્યો છે.

વલસાડની(Valsad)એક ખાનગી શાળામાં વક્તૃત્વ સ્પર્ધાના વિષયના કારણે વિવાદ સર્જાયો છે.. ગાંધીના ગુજરાતમાં ‘મારો આદર્શ નથુરામ ગોડસે’ (Nathuram Godse) વિષય વક્તૃત્વ સ્પર્ધા યોજાતા ચારેકોરથી ટીકાનો વરસાદ થઈ રહ્યો છે.. ઘટના વલસાડની કુસુમ વિદ્યાલયની છે.. જ્યાં બાળ પ્રતિભા શોધ અંતર્ગત ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા યોજાઈ હતી.. સ્પર્ધામાં ગોડસેને ક્રાંતિકારી ગણાવનાર સ્પર્ધક બાળકીને વિજેતા જાહેર કરવામાં આવી હતી.. વક્તૃત્વ સ્પર્ધામાં આવો વિષય સ્થાનિક સરકારી કચેરી તરફથી નક્કી કરાયો હતો.. સરકારી અધિકારીઓ દ્વારા પ્રાથમિક શાળાના 7થી 12 વર્ષની વયના બાળકોના કુમળા માનસમાં ગોડસેને નાયકના રૂપમાં પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવાની આ ઘટનાને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે..

આ અંગે પૂછવામાં આવતા શાળાના સંચાલકે દાવો કર્યો તે તેમની શાળાએ ફક્ત જગ્યા જ ફાળવી હતી.. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં તેમની શાળાએ ભાગ પણ નહોતો લીધો.  કાર્યક્રમના બે દિવસ પહેલા જ સૂચના આપવામાં આવી હતી.. તો બીજીતરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે આ સ્પર્ધા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા યોજાઈ હતી.. વિષયની પસંદગીથી લઈને તમામ પ્રક્રિયા જિલ્લા યુવા વિકાસ કચેરી દ્વારા જ કરાઈ હતી.. જેથી જિલ્લા યુવા વિકાસ અધિકારી પાસે તેનો રેકોર્ડ માગ્યો છે.

આ પણ વાંચો :  Ambaji: 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ યોજાયો, અંબાજીના માર્ગો પર માતાજીની પાલખી યાત્રા નીકળી

આ પણ વાંચો : Russia-Ukraine Conflict : જો બાઈડને અમેરિકન નાગરિકોને કહ્યું- તાત્કાલિક અસરથી યુક્રેન છોડો, રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે

Next Video