AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વલસાડ : ફરી મોટી ટ્રેન દુર્ઘટના ટળી, રેલવે ટ્રેક પર ડમ્પરે મારી પલટી

વલસાડ : ફરી મોટી ટ્રેન દુર્ઘટના ટળી, રેલવે ટ્રેક પર ડમ્પરે મારી પલટી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 6:36 PM
Share

વલસાડમાં સંજાણ અને ભીલાડની વચ્ચે રેલવે કોરિડોરની કામગીરી ચાલી રહી છે. જેમાં કામમાં જોડાયેલી એક કપચી ભરેલું ડમ્પર રેલવે ટ્રેક નજીક પલટી મારી ગયું હતું. જેને ખસેડવાની કામગીરી ચાલી રહી હતી.

વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામના સંજાણ નજીક રેલવે (Railway) ફાટક પાસે એક મોટી ટ્રેન દુર્ઘટના (Tragedy)બનતા રહી ગઇ હતી. રેલવે ટ્રેક પરથી પુરપાટ ઝડપે અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પસાર થઇ રહી હતી. એ વખતે જ રેલવે ટ્રેકની બાજુમાં રેલવે વિભાગના ચાલી રહેલા કામમાં જોડાયેલું એક કપચી ભરેલું ડમ્પર (Dumper) રેલવે ટ્રેક નજીક પલટી મારી ગયું હતું.

એ વખતે જ ટ્રેનના પાછળના 3 ડબ્બા સાથે ડમ્પર અડી જતાં ઘર્ષણ થયું હતું. જોકે સદનસીબે મોટી દુર્ઘટના બનતા બચી ગઇ હતી. પરંતુ રેલગાડીના ત્રણ ડબ્બાઓ સાથે ઘસાયેલા ડમ્પરને કારણે થોડા સમય સુધી રેલવે વ્યવહારને પણ અસર પહોંચી હતી. વલસાડમાં એક વખત ફરીથી એક મોટી રેલ દુર્ઘટના ટળી છે. જેમાં સંજાણ અને ભીલાડની વચ્ચે ડબલ ડેકર ટ્રેન ડમ્પર સાથે ધડાકાભેર અથડાઇ હતી.

વલસાડમાં સંજાણ અને ભીલાડની વચ્ચે રેલવે કોરિડોરની કામગીરી ચાલી રહી છે. જેમાં કામમાં જોડાયેલી એક કપચી ભરેલું ડમ્પર રેલવે ટ્રેક નજીક પલટી મારી ગયું હતું. જેને ખસેડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન આજ રેલવે ટ્રેક પરથી મુંબઈ જતી ટ્રેન પસાર થઈ રહી હતી. આ ડબલ ડેક્કર ટ્રેનના પાછળના કોચ પલટી મારી ગયેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાયા હતા. જોકે, મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગ દોડતું થયું હતું.

આ પણ વાંચો : Ahmedabad : કોરોનાના પગલે રેલ્વેમાં મુસાફરોની સંખ્યા ઘટી, ટિકિટ કેન્સલેશન વધ્યું

આ પણ વાંચો : બનાસકાંઠા : ભાભરમાં કોરોના અગમચેતીરૂપે વેન્ટિલેટર બેડ શરૂ કરાયા, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની હોસ્પિટલ મુલાકાત

Published on: Jan 22, 2022 06:35 PM
g clip-path="url(#clip0_868_265)">