Rajkot : કોંગ્રેસની કારમી હાર પર ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળાનું નિવેદન, ‘હવે કોંગ્રેસનું વિસર્જન કરવાનો સમય આવી ગયો છે’

|

Dec 10, 2022 | 7:34 AM

કોંગ્રેસ હંમેશા ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે જોવા મળ્યુ હતુ, આ વખતે કોંગ્રેસ એક્સ્ટ્રા વોટ તો ઠીક પરંતુ પોતાના કમિટેડ વોટર્સને પણ ના સાચવી શકી. પરિણામે કોંગ્રેસના વળતા પાણી થયા.

ગુજરાતમાં કોંગ્રેસની કારમી હારને લઇ રાજકારણ ગરમાયું છે, ત્યારે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ પણ કોંગ્રેસ પાર્ટીના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવ્યાં. વજુભાઇ વાળાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે હવે કોંગ્રેસ મહાત્મા ગાંધીજીના સમયની રહી નથી. ગાંધીજીએ પણ કોંગ્રેસ પાર્ટીને બંધ કરવાની વાત કરી હતી. એટલે હવે કોંગ્રેસનું વિસર્જન કરવાનો સમય આવી ગયો છે. ગાંધીજીના વિચાર પ્રમાણે કોંગ્રેસનું વિસર્જન કરી દેવું જોઇએ.

ગુજરાતમાં કોંગ્રેસે વિપક્ષ પદ પણ ગુમાવ્યુ

કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં હંમેશાથી મજબૂત વિપક્ષ તરીકે રહેતી. 2022માં ગોધરા સમયે પણ કોંગ્રેસે 50થી વધુ બેઠકો જાળવી રાખી હતી. આદિવાસી, લઘુમતિ તથા દલીત વિસ્તારો તથા અન્ય જાતિ અને શહેરોમાં પણ હંમેશાથી કોંગ્રેસના કમિટેડ વોટર્સ રહ્યા છે. અને એટલે દર વખતે એવરેજ 40 ટકા આસપાસ કોંગ્રેસના પક્ષમાં મતદાન થતુ હતુ. જોકે તેમાં પણ 2017માં તો કોંગ્રેસે સૌથી વધુ 77 સીટો જીતી હતી. એક સમયે સત્તાની ખુબ નજીક લાગી રહ્યુ હતુ કોંગ્રેસ પરંતુ તેવું કંઈ જ આ વખતે ના જોવા મળ્યુ. આ વખતે કોંગ્રેસ એક્સ્ટ્રા વોટ તો ઠીક પરંતુ પોતાના કમિટેડ વોટર્સને પણ ના સાચવી શકી. પરિણામે કોંગ્રેસના વળતા પાણી થયા.

Next Video