Gujarat election 2022 : ચૂંટણી પરિણામોના અપસેટ !! 16 જિલ્લા “કોંગ્રેસ મુક્ત” બન્યા, 7 ધારાસભ્યોની સતત જીત, ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાર્યા

Gujarat election 2022 :  કોંગ્રેસના પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, ગ્યાસુદ્દિન શેખ સહિતના નેતાઓ અને ભાજપના ચીમન સાપરિયા, જવાહર ચાવડા, રમણ પટેલ જેવા નેતાઓને પણ હારનો સામનો કરવો પડ્યો છે.

Gujarat election 2022 : ચૂંટણી પરિણામોના અપસેટ !! 16 જિલ્લા કોંગ્રેસ મુક્ત બન્યા, 7 ધારાસભ્યોની સતત જીત, ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાર્યા
Gujarat Vidhan sabha (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 10:33 AM

Gujarat election 2022 :  આ વખતની વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌ-કોઇને ચોંકાવી દીધા છે. ભાજપ અને કોંગ્રેસમાં આ વખતે પણ જબરદસ્ત અપસેટ સર્જાયા છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. તે ઉપરાંત ભાજપના સતત જીતતા ઉમેદવારોને પણ આ વખતે હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કોંગ્રેસનો ગઢ કહેવાતા વિસ્તારોમાં પણ ભાજપે બાજી મારી છે.

ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાર્યા

કોંગ્રેસના પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, ગ્યાસુદ્દિન શેખ સહિતના નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ભાજપના ચીમન સાપરિયા, જવાહર ચાવડા, રમણ પટેલ જેવા નેતાઓને પણ હારનો સામનો કરવો પડ્યો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

મધુ શ્રીવાસ્તવની જીતને બ્રેક લાગી

પાદરા અને વાઘોડિયા જેવી બેઠકો પર પણ મોટો અપસેટ જોવા મળ્યો છે. અહીં મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ ભાજપે ટીકિટ નહીં આપતા અપક્ષમાં ચૂંટણી લડ્યાં હતાં. પરંતુ પાદરા બેઠક પર ભાજપની જીત થઈ છે અને વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જીતી ગયાં છે.

આ ધારાસભ્યોની ચૂંટણીમાં સતત જીત

વિધાનસભાની ચૂંટણીમાં એવા પણ ઘણા ઉમેદવારો છે, જે સળંગ છથી સાત વખત ચૂંટણી જીતી રહ્યા છે. ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણીમાં સાત એવા ઉમેદવાર છે. જે 6થી 8 ટર્મથી ચૂંટણી લડીને જીતતા આવ્યા છે. એમાં ભાજપના યોગેશ પટેલ, પબુભા માણેકનો સળંગ આઠ વખત જીતવાનો રેકોર્ડ છે.

માંજલપુરમાંથી ભાજપે યોગેશ પટેલને સૌથી છેલ્લે ટિકિટ આપી. અને યોગેશ પટેલે પોતાના જૂના તમામ રેકોર્ડ તોડી એવો રેકોર્ડ બનાવ્યો.જેને હવે તૂટવું ખુબ જ મુશ્કેલ બનશે..

પબુભા માણેક 1990થી સતત દ્વારકામાંથી જીતી રહ્યા છે. તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણ ચૂંટણી જીત્યા હતા તો ત્યાર બાદ 2002માં પંજાના નિશાન પર ચૂંટણી જીત્યા હતા તેમજ ત્યાર બાદ પબુભા માણેક પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને જેઓ વર્ષ 2007, 2012, 2017 અને 2022ની ચૂંટણીમાં વિજયી થયા છે.છેલ્લા 32 વર્ષથી દ્વારકાની બેઠક પર પબુભા માણેકનું એકહથ્થુ શાસન છે.

ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના પુરુષોત્તમ સોલંકીએ ચૂંટણી જીતી ઇતિહાસ રચ્ચો છે. 1998થી લઇને 2022 સુધી ભાવનગર ગ્રામ્યમાં ભાઇનું જ રાજ ચાલે છે. કોળી સમાજમાં પુરુષોત્તમ સોલંકીનો દબદબો છે.જેને તોડવામાં વિપક્ષ 3 દશકથી નિષ્ફળ જઇ રહ્યું છે.

રાજયના 16 જિલ્લાઓ કોંગ્રેસમુક્ત બન્યા

રાજ્યના એવા 16 જિલ્લાઓ છે જ્યાં કોંગ્રેસ હાલ શૂન્ય થઇ ગઇ છે. આ કોંગ્રેસ મુક્ત જિલ્લાઓ પર નજર કરીએ તો… કચ્છ જિલ્લાની 06 બેઠકો, ગાંધીનગરમાં 5 બેઠકો, સુરેન્દ્રનગરમાં 5 બેઠકો, મોરબીમાં 03 બેઠકો, રાજકોટમાં 08 બેઠકો, દ્વારકામાં 02 બેઠકો, અમરેલીમાં 05 બેઠકો, ખેડામાં 06 બેઠકો, પંચમહાલમાં 05 બેઠકો, દાહોદમાં 06 બેઠકો, છોટાઉદેપુરમાં 03 બેઠકો, વડોદરામાં 08 બેઠકો, ભરૂચમાં 05 બેઠકો, સુરતમાં 16 બેઠકો, તાપીમાં 02 બેઠકો, વલસાડમાં 05 બેઠકો ભાજપે જીતી લીધી છે. આ તમામ 16 જિલ્લામાં કોંગ્રેસના ફાળે એક પણ બેઠક આવી નથી. અને, આ તમામ 16 જિલ્લાઓ કોંગ્રેસમુક્ત બન્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">