વડોદરા વીડિયો: શિનોરમાં રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન
વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ગઇકાલે મોડી રાત્રે વરસાદી ઝાપટા પડ્યા હતા. જો કે કમોસમી વરસાદમાં પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. શિનોરમાં વરસાદ બાદ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઇ ગયા છે.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ગઇકાલે મોડી રાત્રે વરસાદી ઝાપટા પડ્યા હતા. જો કે કમોસમી વરસાદમાં પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. શિનોરમાં વરસાદ બાદ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઇ ગયા છે.
આ પણ વાંચો-ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ C R પાટીલની પહેલી પ્રતિક્રિયા આવી સામે
વડોદરામાં કમોસમી વરસાદ બાદ પણ સમસ્યા યથાવત છે. વડોદરાના શિનોરમાં રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે. શિનોરથી સાધલી-વડોદરા તરફ જતા મુખ્ય માર્ગ પર રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં પાણી ભરાતા રોડના સળિયા પણ બહાર નીકળી ગયા છે, ત્યારે વાહનોને નુકસાન થવાની પણ શક્યતા છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો