Vadodara: વડોદરામાં તસ્કરોનો તરખાટ, ગાય સર્કલ પાસે 8 દુકાનોના તાળા તૂટ્યા, CCTV આધારે તપાસ, જુઓ Video
દુકાનોને નિશાન બનાવીને તસ્કરોએ રોકડ અને કેટલીક કિંમતી ચિજોની ચોરી કરી છે. ઘટનાને લઈ પોલીસ દ્વારા વિસ્તારમાં પહોંચીને ચોરીની કડીઓ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસે હવે CCTV ફુટેજ મેળવીને તેની તપાસ શરુ કરી છે.
વડોદરા શહેરમાં તસ્કરોનો ઉપદ્રવ વધ્યો છે. રાત્રી પેટ્રોલીંગ કરવામાં પોલીસ જાણે કે ઉણી ઉતરી રહી હોય એમ જ તસ્કરોએ માઝા મૂકી છે અને લોકો તોબા પોકારી ઉઠ્યા છે. વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવી જ રીતે રાત્રી દરમિયાન ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો હતો. તસ્કરોએ એક સાથે 10 જેટલી દુકાનોના શટર અને તાળા તોડ્યા હતા. જેમાંથી 8 જેટલી ચોરી અને ચોરીના પ્રયાસને લઈ ફરીયાદ નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે.
કોમ્પ્લેક્ષની એક સાથે દશેક દુકાનોને નિશાન બનાવીને તસ્કરોએ રોકડ અને કેટલીક કિંમતી ચિજોની ચોરી કરી છે. ઘટનાને લઈ પોલીસ દ્વારા વિસ્તારમાં પહોંચીને ચોરીની કડીઓ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસે હવે CCTV ફુટેજ મેળવીને તેની તપાસ શરુ કરી છે. આ અંગે વડોદરા પોલીસે હવે રાત્રી પેટ્રોલીંગ વધારે ચૂસ્ત કરવા માટે વેપારીઓએ માંગ કરી છે.
આ પણ વાંચોઃ Surendranagar: લૂંટના આરોપીને 15 મહિલા પોલીસ કર્મીઓએ હાથ પકડી ગામમાં ફેરવ્યો! જોવા લોકોના ટોળા ઉમટ્યા, જુઓ Video
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 01, 2023 08:13 PM
Latest Videos