Vadodara : MS યુનિવર્સિટીમાં ફરજિયાત ઓફલાઇન શિક્ષણનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો, રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું

|

Mar 09, 2022 | 9:14 PM

યુનિવર્સિટીની હોસ્ટેલમાં કોઈ સુવિધા નહીં હોવાનો પણ વિદ્યાર્થીઓએ આરોપ કર્યો હતો.MS યુનિવર્સિટીના રજિસ્ટ્રારે કહ્યું, હોસ્ટેલમાં એડમિશન પ્રકીયા શરૂ કરી દીધી છે.રાજ્ય સરકારની સૂચના અને રિઝર્વ સીટ મુજબ એડમિશન કરવામાં આવશે.

વડોદરાની(Vadodara)  MS યુનિવર્સિટીમાં ફરજિયાત ઓફલાઇન શિક્ષણનો(Offline Education)  વિરોધ કરવામાં આવ્યો છે. સાથે આગામી ચાર દિવસમાં NJ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને પોલીટેકનિકમાં પરીક્ષા યોજાવાને લઈને વિદ્યાર્થી વિકાસ સંઘ અને ABVP દ્વારા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું છે.ઓનલાઇન અને ઓફલાઇન બન્ને વિકલ્પ સાથે પરીક્ષા આપવાની વિદ્યાર્થીઓની માગ છે..યુનિવર્સિટીની હોસ્ટેલમાં કોઈ સુવિધા નહીં હોવાનો પણ વિદ્યાર્થીઓએ આરોપ કર્યો હતો.MS યુનિવર્સિટીના રજિસ્ટ્રારે કહ્યું, હોસ્ટેલમાં એડમિશન પ્રકીયા શરૂ કરી દીધી છે..રાજ્ય સરકારની સૂચના અને રિઝર્વ સીટ મુજબ એડમિશન કરવામાં આવશે.

ગુજરાતમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસ વચ્ચે રાજ્યના શિક્ષણને ઓનલાઇનને બદલે ઓફલાઇન શરૂ કરવામાં આવ્યું છે. જો કે ઓનલાઇન શિક્ષણ મેળવતા વિધાર્થીઓ માટે અચાનક ઓફલાઇન શિક્ષણ મેળવવું અઘરું પડી રહ્યું છે. તેમજ અનેક યુનિવર્સિટીઓ હવે ઓનલાઇન એકઝામ પણ હવે ઓફલાઇન લેવાની જાહેરાત કરી છે. જેના લીધે વિધાર્થીઓની મુશ્કેલી વધી છે. તેથી જ સ્ટુડન્ટ યુનિયન યુનિવર્સિટીને ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે પરીક્ષા લેવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો :  Vadodara : મહાનગરપાલિકા દ્વારા રોડના નામે ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

આ પણ વાંચો :  Kutch: લખપતના સાયણ પાસે મીની ટેમ્પો પલ્ટી જતા 25થી વધુ બાળકીઓ ઇજાગ્રસ્ત, સારવાર માટે ભુજ ખસેડાઇ

Published On - 9:11 pm, Wed, 9 March 22

Next Video