Vadodara : મહાનગરપાલિકા દ્વારા રોડના નામે ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

કોંગ્રેસનો આક્ષેપ છે કે વડોદરામાં છાણી, ગૌરવ, અંકોડિયા બાદ હવે ભાયલીમાં બિન જરૂરી રોડ બનાવવાનું આ નવું કૌભાંડ છે.વિપક્ષી નેતા અમી રાવતે આરોપ લગાવતા કહ્યું, ભાયલીમાં આવેલ ટીપી પાંચમાં બિન જરૂરી રોડ એટલા માટે બનાવાયો છે કેમકે તેનાથી ભાજપના નેતાઓ મળતીયાઓ અને ડેવલોપર્સને ફાયદો થાય

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 7:05 PM

વડોદરા(Vadodara)શહેરમાં રોડના(Road)કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે . જેમાં શહેરમાં કોઇ જરૂર વિના જ માર્ગ બનાવવામાં આવી રહયા છે. કોંગ્રેસ(Congress)નેતા અમી રાવતનો આક્ષેપ છે કે વડોદરામાં વધુ એક બિન જરૂરી માર્ગ બનાવવામાં આવ્યા છે. જેમાં વાઘોડિયા ચોકડી નજીક નિર્જન વિસ્તારમાં ચોથી ટીપીમાં બિન જરૂરી માર્ગ બનાવ્યો હોવાનો આક્ષેપ કર્યો. વુડાએ ગટર, પાણી જેવી સુવિધા ઉભી કર્યા વિના જ માર્ગ બનાવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો.એટલું જ નહીં ભાજપ સરકાર પર પણ ગંભીર આક્ષેપ લગાવ્યાં અને કહ્યું કે ભાજપ ભ્રષ્ટાચાર આચરી બિલ્ડરોના લાભાર્થે સામાન્ય જનતાના નાણાં વેડફાટનું કામ કરી રહી છે.

જમીનની કિંમતો વધારવા આ રીતે કરોડો રૂપિયાના ખોટા ખર્ચ

કોંગ્રેસનો આક્ષેપ છે કે વડોદરામાં છાણી, ગૌરવ, અંકોડિયા બાદ હવે ભાયલીમાં બિન જરૂરી રોડ બનાવવાનું આ નવું કૌભાંડ છે.વિપક્ષી નેતા અમી રાવતે આરોપ લગાવતા કહ્યું, ભાયલીમાં આવેલ ટીપી પાંચમાં બિન જરૂરી રોડ એટલા માટે બનાવાયો છે કેમકે તેનાથી ભાજપના નેતાઓ મળતીયાઓ અને ડેવલોપર્સને ફાયદો થાય. જમીનની કિંમતો વધારવા આ રીતે કરોડો રૂપિયાના ખોટા ખર્ચ કરીને ખેતરોમાં રોડ બનાવાઈ રહ્યા છે અને બીજી તરફ ટીપી 3 એવી જગ્યા છે કે જ્યાં રસ્તાની ખરેખર જરૂર છે, પરંતુ ત્યાં રસ્તા કેમ નથી બનાવાતા એ લોકોને સમજાતું નથી.

લોકોના ટેક્સના પૈસાનો બગાડ કરવામાં કોનો ફાયદો

વિપક્ષ કહે છે કે જ્યાં જરૂર છે ત્યાં ના તો માર્ગ બનાવવામાં આવે છે, ન તો ગટરના પાણીના નીકાલ માટે પાયાની સુવિધા આપવામાં આવે છે.ત્યારે આ રીતે નિર્જન વિસ્તારોમાં એક પછી એક બિનજરૂરી રોડ બનાવી લોકોના ટેક્સના પૈસાનો બગાડ કરવામાં કોનો ફાયદો છે ? એ સવાલ પાલિકાના અધિકારીઓ અને સત્તાધિશોને લોકો પૂછી રહ્યા છે.પાલિકાના આ વિચિત્ર પ્રકારની કામગીરી સામે કોંગ્રેસે જોકે લડી લેવાનું નક્કી કર્યું છે

આ પણ વાંચો : Rajkot : મહેન્દ્ર ફળદુને આત્મહત્યા માટે મજબુર કરનાર બે બિલ્ડરો સામે લુકઆઉટ નોટિસ જાહેર

આ પણ વાંચો : Kheda : નડિયાદના વાલ્લા ગામમાં અનોખું સ્વસ્થ માતા અભિયાન શરૂ કરાયું

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">