Vadodara: ભારત કે ઈન્ડિયા- દેશના નામને લઈને ચાલી રહેલા વિવાદ પર પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીકે આપ્યુ આ નિવેદન- Watch Video
Vadodara: ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક વડોદરોની મુલાકાતે હતા, આ દરમિયાન તેમને હાલ દેશના નામને લઈને ચાલી રહેલા વિવાદ અંગે પૂછાતા તેમમે જણાવ્યુ કે આ મુદ્દે કોઈએ રાજનીતિ ન કરવી જોઈએ. તો બીજી તરફ તેમણે સત્તાધારી પાર્ટી પર પ્રહાર કર્યો કે દેશની જનતા સારી રીતે જાણે છે કે આ બધુ કેમ થઈ રહ્યુ છે.
Vadodara: દેશના નામને લઈ શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. વિપક્ષ સતત સરકારને આ મુદ્દે ઘેરવાની કોશિશ કરી રહ્યું છે. ત્યારે વડોદરાની મુલાકાતે આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકે દેશના નામ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું છે. મુકુલ વાસનિકે આક્ષેપ કર્યો કે- દેશના નામનો ઉપયોગ રાજનીતિક ઉદ્દેશોથી કરાઈ રહ્યો છે તે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. ભારતની જનતા એ સારી રીતે જાણે છે કે આ બધુ કેમ થઈ રહ્યું છે. આ મુદ્દે કોઈ રાજનીતિ કરવાની કોશિશ ન કરે.
વાસનીકે જણાવ્યુ કે ઈન્ડિયા અંગ્રેજી શબ્દ છે અને હિન્દીમાં તેને ભારત કહેવાય છે. મહત્વનું છે કે મુકુલ વાસનીકે વડોદરામાં પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક યોજી છે. જેમાં પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓ હાજર રહ્યા છે. આ બેઠકમાં આગામી ચૂંટણીને લઈ એક્શન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો