Gujarat Election: કોંગ્રેસ ઉમેદવાર અમી રાવતે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો, કમાટીબાગમાં મોર્નિંગ વોકર્સ સાથે મુલાકાત કરી

Gujarat Election: કોંગ્રેસ ઉમેદવાર અમી રાવતે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો, કમાટીબાગમાં મોર્નિંગ વોકર્સ સાથે મુલાકાત કરી

| Edited By: | Updated on: Nov 05, 2022 | 12:42 PM

કોંગ્રેસે (Congress) ભાજપ પહેલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી વિધાનસભા ચૂંટણીમાં આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા સાથે ઝંપલાવ્યું છે. 43 સભ્યોની પ્રથમ યાદીમાં સતત હાર વાળી બેઠકો, સર્વ સંમતિ સધાયેલ હોય એવી બેઠકો અને સિનિયર લોકો વાળી બેઠકોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસે પોતાના 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં વડોદરાની સયાજીગંજ બેઠક પર કોંગ્રેસે અમી રાવતની પસંદગી કરી છે. અમી રાવતે ટિકિટ મળતાની સાથે જ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. કોંગ્રેસે ભાજપ પહેલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી વિધાનસભા ચૂંટણીમાં આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા સાથે ઝંપલાવ્યું છે. 43 સભ્યોની પ્રથમ યાદીમાં સતત હાર વાળી બેઠકો, સર્વ સંમતિ સધાયેલ હોય એવી બેઠકો અને સિનિયર વાળી બેઠકોનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 6 મહિલાઓને પણ સ્થાન આપ્યું છે.

કોંગ્રેસ માટે અમીબેન રાવતે આજથી પ્રચારની શરુઆત કરી છે. આજે અમી રાવતે કમાટીબાગમાં મોર્નિંગ વોકર્સ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે અમી રાવતે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, ભાજપના શાસનમાં વડોદરાને અન્યાય થયો છે. વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે. જનતા મને મોકો આપશે તો હું ગાયકવાડના સપનાનું વડોદરા બનાવીશ.

પ્રથમ યાદીમાં ઝાલોદના ધારાસભ્યની ટિકિટ કપાઈ

મહત્વનું છે કે, કોંગ્રેસે જાહેર કરેલ પ્રથમ યાદીમાં હાલના 63 પૈકી એક પણ ધારાસભ્યનું નામ સામેલ નથી. જોકે ઝાલોદ વિધાનસભા બેઠક પર હાલના ધારાસભ્ય ભાવેશ કટારાની ટિકિટ કપાઈ છે. ઝાલોદમાં કોંગ્રેસે ભાવેશ કટારાના બદલે પૂર્વ ધારાસભ્ય ડૉ. મિતેશ ગરાસીયાની પસંદગી કરી છે. મહત્વનું છે કે અગાઉ ભાવેશ કટારાને લઈ અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા હતા. રાહુલ ગાંધીની દાહોદમાં સભા પૂર્વે નારાજગીની બાબતો પણ સામે આવી હતી. જો કે ત્યારે ઘી ના ઢામમાં ઘી સમાઈ ગયું હતું અને હવે જાહેર થયેલ યાદીમાં ભાવેશ કટારાનું નામ નથી.

સાંસદ અમીબેન યાજ્ઞિકને પણ મેદાનમાં ઉતાર્યા

બીજી તરફ રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિકને પણ કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બેઠક ઘાટલોડિયાથી લડાવવાનું નક્કી કર્યું છે. સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી લીડ વાળી બેઠક પર રાજ્યસભા સાંસદને ઉતારવા એ દર્શાવી રહ્યું છે કે કોંગ્રેસ કોઈપણ બેઠક લડત વગર ધરી દેવા માંગતું નથી.