Vadodara: ડભોઇમાં ઓરસંગ નદી બે કાંઠે, વડીયા ગામના શિવ મંદિરમાં ફસાયેલી 4 બાળકીનું રેસ્કયુ

ભારે વરસાદને પગલે ડભોઇમાં ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. વડીયા ગામના શિવ મંદિરમાં ફસાયેલી 4 બાળકીનું રેસ્કયુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 9:21 PM

Vadodara: ભારે વરસાદને પગલે ડભોઇમાં ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. વડીયા ગામના શિવ મંદિરમાં ફસાયેલી 4 બાળકીનું રેસ્કયુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ચાણોદ પોલીસે રેસ્ક્યુ કરી 4 બાળકીને સુરક્ષિત બહાર કાઢી હતી. વડોદરા જિલ્લા માટેના ડીસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ફ્લડ રિસ્પોન્સ એક્શન પ્લાન 2022 બનાવવામાં આવ્યો છે. રાજ્યના આપદા નિયંત્રણ તંત્રના માર્ગદર્શનને અનુસરીને દર વર્ષે જિલ્લા કલેકટરની સૂચનાઓ વણી લઈને અને વહીવટી તંત્રના વિવિધ વિભાગોના સહયોગથી આ પ્લાન નવેસરથી બનાવવામાં આવે છે.

તેમાં વિગત વર્ષોના પૂર/ ભારે વરસાદ અને પાણીની આવકના અન્ય સ્ત્રોતોના પ્રભાવના અનુભવો જોડીને આ પ્લાનને વધુ અસરકારક બનાવવામાં આવે છે. આ એક ચોમાસું (monsoon) આફતો પ્રસંગે બચાવ અને રાહતની અસરકારકતા વધારતી વ્યાપક કવાયત છે એવી લાગણી વ્યક્ત કરતાં ડી.પી.ઓ. બંતિશકુમાર પરમારે જણાવ્યું કે તેના લીધે પુર, ભારે વરસાદથી કે ડેમોમાંથી, છલકાયેલા તળાવોમાંથી પાણી છોડવામાં આવે ત્યારે વિવિધ વિભાગો સાથે સચોટ સંકલન કરીને વધુ નુકસાન થતું અટકાવવામાં મદદ મળે છે. આ પ્લાન ફાયર બ્રિગેડ, એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ., પોલીસ તંત્ર માટે પણ આફત સમયે માર્ગદર્શક બની રહે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">