Vadodara : વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય જીગ્નેશ વસાવાના નિવાસેથી દેશી દારૂ ઝડપાયો

Vadodara : વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય જીગ્નેશ વસાવાના નિવાસેથી દેશી દારૂ ઝડપાયો

| Edited By: | Updated on: Jul 28, 2022 | 7:49 PM

વડોદરા(Vadodara)  જિલ્લા પંચાયતના સભ્ય જીગ્નેશ વસાવાના ઘરેથી પોલીસને 8 લીટર દેશી દારૂ(Liquor)  મળી આવ્યો છે. વડોદરા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને દેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે.

ગુજરાતના (Gujarat)  બોટાદના સર્જાયેલા ઝેરી દારૂ કાંડ બાદ રાજયમાં પોલીસ એક્શનમાં આવી છે. જેમાં રાજયના અનેક સ્થળોએ દેશી દારૂના અડ્ડા  સહિત અનેક  સ્થળોએ  દરોડા પાડી રહી છે. જેમાં વડોદરા(Vadodara)  જિલ્લા પંચાયતના સભ્ય જીગ્નેશ વસાવાના ઘરેથી પોલીસને 8 લીટર દેશી દારૂ(Liquor)  મળી આવ્યો છે.  વડોદરા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને દેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. જીગ્નેશ વસાવા વડોદરા જિલ્લા પંચાયતની ચોરંદા બેઠકથી ચૂંટાયા છે. વડોદરા પોલીસે જીગ્નેશ વસાવાના માતા શોભના વસાવાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

Published on: Jul 28, 2022 07:48 PM