વડોદરા કોર્પોરેશનના આરોગ્ય તંત્ર વિરુદ્ધ વિપક્ષ કોંગ્રેસે કામગીરીને લઇને સવાલ ઉઠાવ્યા

|

Nov 03, 2021 | 10:54 PM

વડોદરા કોર્પોરેશને 2 વર્ષમાં વડોદરા આરોગ્ય વિભાગે માત્ર 220 સેમ્પલ લઇને સંતોષ માન્યો છે. એટલું જ નહીં આજદીન સુધી એકપણ વેપારી સામે કાર્યવાહી ન કરી હોવાનો આરોપ અમી રાવલે લગાવ્યો છે.

વડોદરા(Vadodara)કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં(Health Department)લોલમલોલ ચાલતી હોવાનો આરોપ વિપક્ષના નેતા અમી રાવતે(Ami Rawat)લગાવ્યો છે..અમી રાવતે આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યો અને નિયમ મુજબ કામગીરી ન થતી હોવાની ફરિયાદ કરી છે. અમી રાવતનું માનીએ તો નિયમ મુજબ આરોગ્ય વિભાગે દર વર્ષે 10 હજાર સેમ્પલ લેવાના હોય છે.

જોકે પાછલા 2 વર્ષમાં વડોદરા આરોગ્ય વિભાગે માત્ર 220 સેમ્પલ લઇને સંતોષ માન્યો છે. એટલું જ નહીં આજદીન સુધી એકપણ વેપારી સામે કાર્યવાહી ન કરી હોવાનો આરોપ અમી રાવલે લગાવ્યો છે.

તો અમી રાવતના આરોપનો જવાબ આપતા આરોગ્ય અધિકારીએ સ્પષ્ટતા કરી છે.આરોગ્ય અધિકારી ડૉ.મુકેશ વૈદ્યનું માનવું છે કે હાલ તેઓની પાસે મહેકમ મુજબ સ્ટાફ નથી અને નવી ભરતી માટે રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવશે.જોકે અમી રાવતના આરોપો તેઓએ ફગાવ્યા અને વિભાગ નિયમ મુજબ જ કામગીરી કરતું હોવાનો દાવો કર્યો. તેમજ સેમ્પલ ફેલ  જાય કે અનફીટ જાહેર થાય ત્યારે જ કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે આરોગ્ય વિભાગ પર્વ પહેલા સેમ્પલ લેતું હોય છે. જ્યારે પર્વ પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ આવતો હોય છે..જો કે અખાદ્ય ખોરાક વેચવા બદલ વેપારીઓ સામે આરોગ્ય વિભાગ કેવી કાર્યવાહી કરે છે જગ જાહેર છે.

આ પણ વાંચો : Diwali 2021: દિવાળી પર થશે 1 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ! વેપારી સંગઠનનું અનુમાન

આ પણ વાંચો : સુરેન્દ્રનગરની આંગડિયા પેઢીમાં 6.75 લાખની લુંટમાં મેનેજર પર શંકાની સોય, માલિકે ફરીયાદ નોંધાવી

Published On - 10:53 pm, Wed, 3 November 21

Next Video